આજકાલ હાર્ટએટેક મૃત્યુ પામવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ લોકોના મૃત્યુ થતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સામાન્ય રીતે 60 વર્ષે લોકો હૃદયરોગના હુમલાનો શિકાર થતા હતા જ્યારે છેલ્લા કેટલાક સમયથી 40 વર્ષ અને તેનાથી નાની વયના લોકો પણ કાર્ડિયાક એટેકનો ભોગ બનતા મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદથી હૃદય સંબંધિત બીમારીના કિસ્સા વધી રહ્યા છે. ડોક્ટરો પણ નાની વયે હાર્ટએટેકના વધતા કેસથી ચિંતિત બન્યા છે.
સુરતમાં હાર્ટ એટેકથી ત્રણ વ્યક્તિના મોત થયા છે. અમરોલીમાં 23 વર્ષીય યુવક સાહિલ રાઠોડનું હાર્ટ એટેકથી મોત થયું છે. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયુ હોવાનું સામે આવ્યું. પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. 38 વર્ષીય સંજય સહાનીને પણ ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. તો વરાછા વિસ્તારમાં મહેશ ખાંબર નામના વ્યક્તિનું હાર્ટ એટેક મોત થયું છે.
ઉલ્લેખની છે કે, ગુજરાતમાં સતત વધતા હાર્ટએટેકનું કારણ જાણવા અને તેનો અભ્યાસ કરવા રાજ્ય સરકારે ડોક્ટરોની કમિટી બનાવી છે. આ કમિટી દ્વારા યુવાનોમાં હાર્ટએટેક આવવાનું અને તેના મોત કેમ થઈ રહ્યા છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. હાલમાં તો આ સમસ્યા દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહી છે.
આ પણ વાંચો: PUNJAB/ કળીયુગી દીકરાએ 73 વર્ષની વૃદ્ધ માતાના વાળ પકડી ઢોર માર માર્યો, ઘટના CCTVમાં કેદ
આ પણ વાંચો: World Cup 2023/ ‘કરો યા મરો’ની મેચમાં આજે ઈંગ્લેન્ડ ભારતીય ટીમનો સામનો કરશે, જાણો કેવો છે રેકોર્ડ
આ પણ વાંચો: Israel Hamas War/ ગાઝામાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ આપી ચેતવણી