વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રાનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરકંડીમાં માતુઆ સમુદાયના સભ્યોને મળ્યા. આ યાત્રા દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા પણ હાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે પશ્ચિમ બંગાળમાં, મટુઆ સમુદાયની અસર લગભગ 30 થી 40 વિધાનસભા બેઠકો પર છે. એક બાજુ પ. બંગાળમાં ચૂંટણી ચાલીરહી છે. તોબીજી બાજુ PM મોદી બાંગ્લાદેશ યાત્રામાં પ. બંગાળને લઈને પ્રવચન કરી રહ્યા છે. જે મમતા દીદીને બિલકુલ પસનાદ નથી આવ્યું. અને તેમનેpm મોદીના પ્રવચનને આચારસંહિતાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે.
Elections are underway here and he (PM) goes to Bangladesh and lectures on Bengal. It is a total violation of code of conduct of the election: West Bengal CM & TMC leader Mamata Banerjee in Kharagpur. pic.twitter.com/dallgHZcji
— ANI (@ANI) March 27, 2021
ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખડગપુરમાં કહ્યું હતું કે, “અહીં ચૂંટણીઓ ચાલી રહી છે અને તેઓ (વડા પ્રધાન) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર પ્રવચનો આપી રહ્યા છે. આ સંપૂર્ણ આચારસંહિતાનું ઉલ્લંઘન છે.”
ઓરકાંડીમાં પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે, “હું ઘણાં વર્ષોથી ઓરકંડી આવવાની રાહ જોતો હતો અને જ્યારે હું 2015 માં બાંગ્લાદેશ આવ્યો ત્યારે મેં ઓરકંડી જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આજે હું પણ એવું જ અનુભવું છું, જેવું ભારતમાં રહેતા માતુઆ સમુદાયના હજારો અને લાખો મારા ભાઈબહેનો ઓરકંડી આવી અનુભવે છે.
પીએમ મોદીએ ભારત-બાંગ્લાદેશ સંબંધો પર શું કહ્યું?
બંને દેશોના સંબંધો અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશ બંને તેમની પ્રગતિ સાથે, સમગ્ર વિશ્વની પ્રગતિ જોવા માંગે છે. બંને દેશો અસ્થિરતા, આતંક અને અશાંતિને બદલે સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઇચ્છે છે.
