Not Set/ કઠુઆ ગેંગરેપ : કેસ ટ્રાન્સફર મામલે સુપ્રીમ કોર્ટે ૨૭ એપ્રિલ સુધી J & K સરકાર પાસે માંગ્યો જવાબ

દિલ્લી, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક મંદિરના ગર્ભગૃહમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથે કરાયેલા ગેંગરેપ અને હત્યાની ઘટનાના મામલે પીડિત બાળકીના પરિવાર દ્વારા આ કેસને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી. ત્યારે હવે  મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જમ્મુ-કાશ્મીર સરકાર પાસે જવાબ માંગ્યો છે. Supreme Court issued notice to the Jammu and […]

Top Stories

દિલ્લી,

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક મંદિરના ગર્ભગૃહમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથે કરાયેલા ગેંગરેપ અને હત્યાની ઘટનાના મામલે પીડિત બાળકીના પરિવાર દ્વારા આ કેસને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી. ત્યારે હવે  મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જમ્મુ-કાશ્મીર સરકાર પાસે જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા J & K સરકાર પાસે આગામી ૨૭ એપ્રિલ સુધી કેસ ટ્રાન્સફર કરવા અંગે જવાબ આપવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પીડિત પરિવાર અને આ માસૂમ બાળકીનો કેસ લડી રહેલા મહિલા વકીલને પણ સુરક્ષા આપવા માટે આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ માસૂમ બાળકીના પિતાના વકીલ દીપિકા એસ રજાવતે જણાવ્યું, “સુપ્રીમ કોર્ટ દ્વારા પીડિત પરિવાર અને મને સુરક્ષા પ્રદાન કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો છે”.

આ પહેલા આ કેસમાં પીડિત બાળકીના પરિવારને ડર હતો કે નીચલી કોર્ટમાં આ કેસમાં ઈમાનદારીથી સુનાવણી નહિ થાય અને તેઓને ન્યાય નહિ મળે જેથી તેઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો ત્યારે આ સુનાવણી હાથ ધરાઈ હતી.

પીડિતાના વકીલને કઠુઆમાં પોતાના જીવનું જોખમ

મહત્વનું છે કે, પીડિત બાળકીના કેસનું પ્રતિનિધિત્વ કરી રહેલા મહિલા વકીલ દીપીકા સિંહ રાજાવતે જણાવ્યું, “આ મામલાની સુનાવણી કઠુઆની અદાલતમાં થવા પર તેઓના જીવને પણ જોખમ છે. તેઓએ વધુમાં જણાવ્યું, “મારી પર પણ રેપ થઇ શકે છે”. પોતાની હત્યાની શંકા બતાવીને દીપીકા સિંહે આ કેસને જમ્મુ-કાશ્મીર બહાર ટ્રાન્સફર કરવા માંગણી કરી પણ કરી હતી”.

બીજી બાજુ આ ચકચારી ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ, એક સગીર વયના છોકરા સહિત કુલ ૮ આરોપીઓ શામેલ હતા ત્યારે આ મામલે સોમવારે CJM કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન આ કેસમાં આરોપી તમામ ૮ આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટ દ્વારા આ કેસની આગળની સુનાવણી આગામી ૨૮ એપ્રિલના રોજ કરવા માટે આદેશ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે,  ૧૦ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના રાસના ગામમાં એક મંદિરના ગર્ભગૃહમાં બંધક બનાવી ૮ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમોએ ગેંગરેપ આચર્યો હતો અને ત્યારબાદ તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ, એક સગીર વયના છોકરા સહિત કુલ ૮ આરોપીઓ શામેલ હતા.

ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ પણ આ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દેશભરમાં આ ઘટનાને લઇ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે હવે લાંબા સમયગાળા બાદવર્તમાન PDP-ભાજપ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપી ૩ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાં હતા.-