સોશ્યિલ મીડિયા પર હૃદયદ્રાવક CCTV વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પંજાબના રૂપનગરનો છે, જેમાં એક વ્યક્તિ તેની 73 વર્ષની માતાને નિર્દયતાથી મારતો જોવા મળી રહ્યો છે. તે આવું ત્યારે કરે છે જ્યારે વૃદ્ધ મહિલાનો પૌત્ર તેના પિતાને કહે છે કે દાદીએ પલંગ પર પેશાબ કર્યો છે. જો કે, પૌત્રએ જાણીજોઈને પલંગ પર જાતે પાણી ઢોળે છે. આ બાબતે જ વૃદ્ધાનો પુત્ર તેને નિર્દયતાથી થપ્પડ મારવા લાગે છે અને તેના વાળ ખેંચીને તેને મારવા લાગે છે.
A monster son beating his 73-year-old mother mercilessly is disturbing to watch, This absolutely shocking incident happened in Ropar, Punjab
A 73-year-old grandmother was beaten my her son on the allegation that she had urinating on her bed.
CCTV exposed the truth that the… pic.twitter.com/Ss7EPHitF9— Ghar Ke Kalesh (@gharkekalesh) October 28, 2023
‘ઘર કે કલેશ’ નામના X (અગાઉ ટ્વિટર) પેજ પર આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પોસ્ટ કરવામાં આવ્યા છે. આરોપી પુત્રની ઓળખ રોપરના વકીલ અંકુર વર્મા તરીકે અને તેની પત્નીની ઓળખ સુધા તરીકે થઈ છે. વીડિયોમાં આરોપી તેની માતા આશા રાનીને થપ્પડ મારતો અને તેના વાળ ખેંચતો પણ જોઈ શકાય છે.
પોલીસે વકીલ અંકુર વર્મા વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી. SHO પવન કુમાર કહે છે, ‘અંકુર વર્માની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો: World Cup 2023/ ‘કરો યા મરો’ની મેચમાં આજે ઈંગ્લેન્ડ ભારતીય ટીમનો સામનો કરશે, જાણો કેવો છે રેકોર્ડ
આ પણ વાંચો: Israel Hamas War/ ગાઝામાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ આપી ચેતવણી
આ પણ વાંચો: BCCI/ આ ભારતીય ખેલાડી બે વર્ષ સુધી એક પણ મેચ નહીં રમી શકે

