Breaking News: કચ્છના નખત્રાણા નજીક કોટડા જડોદર પાસે આવેલા ભાગણવાડા વિસ્તારમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. ભંગારવાડામાં ઊભેલા એક છોટા હાથી વાહનમાં અચાનક જોરદાર વિસ્ફોટ (Nakhatrana Blast) થતાં એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટ (Nakhatrana Blast) એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આસપાસના વિસ્તારમાં દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં બે સગા ભાઈઓ અને તેમના આશરે ત્રણ વર્ષના બે માસૂમ બાળકોનાં મોત થયાં છે, કુંભાર મામદ ઈલિયાસ, ઉંમર 30 વર્ષ, કુંભાર નૂરમામદ ઈલિયાસ, ઉંમર 26 વર્ષ, કુંભાર હસનેન મામદ, ઉંમર આશરે 3 વર્ષ અને નૂર ફાતિમા નૂરમામદ, ઉંમર આશરે 3 વર્ષ બે ભાઈઓ અને તેમના માસૂમ બાળકોનાં એકસાથે મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
Nakhatrana Blastથી વિસ્તારમાં અફરાતફરી
ભાગણવાડામાં છોટા હાથી વાહન સાથે કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક માહિતી છે. વિસ્ફોટ (Nakhatrana Blast)નો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં નખત્રાણા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
ડીઝલ ટેન્ક કે અન્ય પદાર્થના કારણે બ્લાસ્ટ?
પ્રાથમિક વિગતોમાં છોટા હાથીના ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વાહનમાં કોઈ કેમિકલ, ગેસ સિલિન્ડર અથવા અન્ય જ્વલનશીલ/કમ્પ્રેશર્ડ પદાર્થ હતો કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ઘટનાનું સાચું કારણ જાણવા માટે FSLની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. FSLની તપાસ બાદ જ વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ સામે આવી શકશે.
પોલીસ અને FSLની તપાસ શરૂ
ઘટના બાદ પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ અને FSLની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ વિસ્ફોટ (Nakhatrana Blast) કેવી રીતે થયો અને તેમાં કયા પદાર્થની ભૂમિકા હતી તે અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 10 પર પહોંચ્યો.
