ગીરસોમનાથ જિલ્લામાં વરસાદે હવે તારાજી સર્જી છે. છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસી રહેલો વરસાદ હવે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ખાસ કરીને કોડીનાર અને સુત્રાપાડામાં વધુ વરસાદના કારણે જમીનનું ધોવાણ થઈ રહયું છે અને વાવેલો પાક પાણી સાથે વહી રહ્યો છે.
વધુ વિગત અનુસાર ગીરસોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાંય છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે આ વરસાદ મજાનાં બદલે સજા આપી રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોમાં સોળ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા અને ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને ખૂબ નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીનો પાક બગાડ્યો છે. મગફળીના કોટા પાણી સાથે વહી ગયા છે ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. મગફળી સાથે અન્ય પાકને નુકસાન થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. એક તરફ ચોમાસું હોવાથી વરસાદની માગણી કરી રહ્યા હતા પરંતુ હવે આ જ વરસાદ તેને તકલીફ આપે છે અને વરસાદી પાણી ધોવાતી જમીન અને બગાડતાં જતાં પાકને લઈને ચિંતાનું કારણ બની રહ્યા છે. અન્ય પાકોને નુકસાન જતાં ખેડૂતો સરકાર પાસે વળતર પણ માગી શકે છે.
આ પણ વાંચો : કચ્છ સરહદ પરથી એક સાથે દસ પાકિસ્તાની બોટ અને ખલાસીઓ પકડાયા
