Pavagadh news/ મહાકાળી માતાના મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, 3 માર્ચે હોળીએ ચંદ્રગહણ હોવાથી દર્શનનો સમય બદલાયો

હોળી અને 3 માર્ચના ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને પાવાગઢ મહાકાળી મંદિર (Pavagadh Temple)ટ્રસ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય. સવારે આરતી બાદ દર્શન બંધ રહેશે, 4 માર્ચથી નિયમિત દર્શન શરૂ થશે. ભક્તોને સમયસર આયોજન કરવાની અપીલ.

Top Stories Gujarat Breaking News
Pavagadh Temple

Pavagadh News:થોડા સમય બાદ હોળીનો તહેવાર આવી રહ્યો છે.જેને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર (Pavagadh Temple) ખાતે ફાગણી પૂનમ અને હોળીના દિવશેની દર્શન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.3 માર્ચે હોળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે.

 હોળી અને ચંદ્રગ્રહણને કારણે 3 માર્ચે મંદિરમાં (Pavagadh Temple) દર્શન બંધ

મંદિર ખાતે 3 માર્ચે સવારે 5 વાગ્યે મહાકાળી માતાની આરતી યોજાશે. અને આરતી પૂર્ણ થયા બાદ સવારે 6 વાગ્યાથી ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે. આ ગ્રહણ સમય દરમિયાન ધાર્મિક પરંપરા મુજબ મંદિરોમાં (Pavagadh Temple) દર્શન બંધ રાખવાની પરંપરા હોવાથી આ નિર્ણય લેવાયો છે.

આ પહેલાં, 2 માર્ચે સાંજે 6 વાગ્યે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.મંદિર ટ્રસ્ટ  (Pavagadh Temple) દ્વારા જણાવાયું છે કે 4 માર્ચથી નિયમિત નિત્યક્રમ મુજબ ફરીથી ભક્તો માટે દર્શન શરૂ કરવામાં આવશે. ભક્તોને સમયસર માહિતી મેળવી દર્શન માટે આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:પાવાગઢ જવાના હોવ તો આ ખાસ વાંચી લેજો, ભક્તો માટે 05 દિવસ બંધ રહેશે રોપ-વે સુવિધા..

આ પણ વાંચો:ગબ્બર પર રોપ-વે સુવિધા 6 દિવસ માટે રહેશે બંધ, યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા નિર્ણય

આ પણ વાંચો:અંબાજીના ગબ્બર ગઢ ખાતે મેન્ટેનન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા ચાર દિવસ બંધ