Vadodara News/ વડોદરામાં નશામાં ધૂત નબીરાએ બેફામ I-20 દોડાવી શાકભાજીની લારી ઉડાવી, બાદમાં બેરિકેડમાં ઘૂસાડી

Vadodara Drunk Driving: બેફામ સ્પીડ, બે અકસ્માત અને બે FIR, વડોદરાની રાતમાં અફરાતફરી

Top Stories Gujarat Vadodara Breaking News
Drunk Driving: નશામાં ધૂત નબીરાએ I20 દોડાવી Accident સર્જ્યા

Vadodara News: વડોદરા શહેરમાં ફરીથી એક નબીરાનાં બેફામ ડ્રાઈવિંગે જનજીવન જોખમમાં મૂક્યું છે. ન્યૂ સમા રોડ પર નશાની હાલત (Drunk Driving)માં I-20 કાર દોડાવતા યુવકે શાકભાજીની લારી ઉડાવતાં ગંભીર અકસ્માત સર્જ્યો અને પછી પણ રોકાયા વિના કોર્પોરેશન દ્વારા મૂકાયેલા બેરિકેડમાં ઘૂસાડી દીધી. આખી ઘટના જાગૃત નાગરિકોના મોબાઈલમાં કેદ થઈ ગઈ અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો છે.

Drunk Driving: પ્રથમ ઘટનાથી હાહાકાર: શાકભાજીની લારી ઉડી ગઈ

માહિતી મુજબ, શાકભાજી વેચીને ઘરે પરત ફરતા અનિલ રામચંદ્ર સોનકર (32) પોતાના લારી સાથે રસ્તે જઈ રહ્યા હતા. એટલામાં તરુંણ નીલેશભાઈ સોની નામનો I-20 ચાલક નશાની હાલત (Drunk Driving)માં બેફામ ઝડપે આવી તેમણે ધડાકાભેર ટક્કર મારી. ટક્કરમાં લારી ઉડી જવાથી અનિલસિંહ ઇજાગ્રસ્ત થયા. 108 મારફતે તેમને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

બીજો અકસ્માત: કાર બેરિકેડ તોડી ખાડામાં ચડી ગઈ

આગળ જઈને સમા વિસ્તારમાં કોર્પોરેશનનું ડાયવર્ઝન હતું. તરુણ સોની બેફામ ઝડપે બેરિકેડ તોડી કારને સીધી ખાડામાં ચડાવી દીધી. કાર લટકતી હાલતમાં જોઈ રહીશો પણ ચોંકી ઉઠ્યા. વાહનનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો. જાગૃત નાગરિકોએ પીછો કરી ડ્રાઇવરને પકડીને પોલીસે સોંપ્યો.

વિડિયો વાઈરલ: નબીરાની બેફામ હરકતો સોશિયલ મીડિયા પર ફાટી નીકળી

લોકોએ બનાવેલો લાઈવ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવાથી કેસ વધુ ગંભીર બન્યો છે. વિડિયોમાં કારચાલક ફિલ્મી સ્ટંટ જેવો દેખાતો બેફામ ડ્રાઈવિંગ કરતા જોવા મળે છે.


આ પણ વાંચો:વડોદરાના કરજણ નજીક NH-48 પર ભયાનક અકસ્માત, ટ્રાવેલ્સ બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ,2ના મોત

આ પણ વાંચો:Rakshit Chaurasiaને ગુજરાત હાઈકોર્ટથી જામીન, વડોદરામાં નશામાં અકસ્માત કરતા એકનું મોત થયું હતું

આ પણ વાંચો:વડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત