Vadodara News/ તરસાલીમાં ડમ્પરની બેફામ ઝડપે લીધો એક્ટિવા સવાર યુવકનો જીવ

વડોદરાના તરસાલીમાં ગમખ્વાર Accident, ડમ્પરના ટાયરે યુવક પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

Top Stories Gujarat Vadodara Breaking News
વડોદરા Accident: ડમ્પરનું ટાયર યુવક પર ફરી વળતા મોત

Vadodara News: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં શુક્રવાર, 22 ફેબ્રુઆરીએ એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. તરસાલી બળીયાદેવ મંદિર નજીક પૂરપાટ દોડતા ડમ્પરે પાછળથી ટક્કર મારતા એક્ટિવા સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

Accident કેવી રીતે સર્જાયો?

મળતી માહિતી મુજબ, એક યુવક પોતાની એક્ટિવા પર તરસાલી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. એટલામાં પાછળથી જોરદાર ઝડપે આવી રહેલા ડમ્પરચાલકે એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક સીધો ડમ્પરના આગળના ટાયર નીચે આવી ગયો.

Vadodara Accident

સ્થળ પર ભય અને રોષ

અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહદારીઓની ભારે ભીડ એકત્ર થઈ ગઈ. સ્થાનિક રહેવાસીઓએ બેફામ દોડતા ભારે વાહનો સામે રોષ વ્યક્ત કર્યો હતો.

પોલીસની કાર્યવાહી

અકસ્માત (Accident)ની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો.પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ડમ્પરચાલક અકસ્માત બાદ ભાગવા પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેની ઓળખ મેળવી પોલીસે આરોપી ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


આ પણ વાંચો:વડોદરા અકસ્માત : રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું

આ પણ વાંચો:વડોદરાના NH-48 પર ગમખ્વાર અકસ્માત, ગોલ્ડન ચોકડી નજીક ટ્રેલર સાથે અથડાતા યુવકનું મોત

આ પણ વાંચો:વડોદરામાં NH-48 બન્યો મોતનો માર્ગ, બામણગામ પાટિયા પાસે લક્ઝરી બસ-ટ્રક અકસ્માત, ટ્રાફિક જામ