Bangladesh And Pakistan Water Diplomacy: ભારતના બે પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પાણીના મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ (India Bangladesh Water Dispute) કરવાની વાત કરી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન સિંધુ જળ સંધિના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું, તો બીજી તરફ બાંગ્લાદેશે ગંગા જળ સંધિમાં ફેરફાર અને તીસ્તા નદીના પાણીની માંગ સાથે આંતરરાષ્ટ્રીય મંચો પર જવાની ચીમકી આપી છે. બંને દેશોની આ વ્યૂહરચના વચ્ચે સવાલ ઊભો થયો છે કે શું ભારત સામે પાણીના મુદ્દે સમાન રાજદ્વારી દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
India Bangladesh Water Dispute: બાંગ્લાદેશે ગંગા જળ સંધિમાં ‘ગેરંટી ક્લોઝ’ની માંગ કરી
બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી મોહમ્મદ શાહિદ ઉદીન ચૌધરીએ 19 ઑગસ્ટે ઢાકામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભારત પાસે ગંગા જળ સંધિમાં ફરીથી ‘ગેરંટી ક્લોઝ’ સામેલ કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે તીસ્તા નદીના પાણીના મુદ્દે પણ ભારત સાથે ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સંકેત આપ્યો હતો કે જો બાંગ્લાદેશની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય મંચો સુધી લઈ જવામાં આવી શકે છે.
2026માં પૂર્ણ થવાની છે ગંગા જળ સંધિ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી ગંગા જળ સંધિ ડિસેમ્બર 2026માં (Ganga Water Treaty 2026) પૂર્ણ થવાની છે. આ સંધિ હેઠળ ફરક્કા બેરેજ ખાતે ઉપલબ્ધ પાણીના વહેંચાણ માટે બંને દેશો વચ્ચે વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. બાંગ્લાદેશની માંગ છે કે નવી સંધિ અથવા તેના રિન્યૂઅલ દરમિયાન પાણીની અછતના સમયમાં પણ તેને નક્કી કરાયેલ ન્યૂનતમ જથ્થો મળે તે માટે ‘ગેરંટી ક્લોઝ’ સામેલ કરવામાં આવે.
શું છે ગેરંટી ક્લોઝ?
ગેરંટી ક્લોઝનો અર્થ એ છે કે સૂકા હવામાન દરમિયાન ફરક્કા બેરેજ પર પાણીનો જથ્થો ઓછો થઈ જાય તો પણ બાંગ્લાદેશને નક્કી કરાયેલ લઘુત્તમ માત્રામાં પાણી મળતું રહે. હાલની વ્યવસ્થા મુજબ પાણીના પ્રવાહ અને ઉપલબ્ધતા અનુસાર બંને દેશો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. ખાસ કરીને 11 માર્ચથી 10 મે વચ્ચેનો સમય પાણીની ઉપલબ્ધતાના દૃષ્ટિકોણથી સંવેદનશીલ માનવામાં આવે છે.
સિંધુ જળ સંધિના મુદ્દે પાકિસ્તાન પણ પહોંચ્યું હતું UN
આ પહેલાં પાકિસ્તાન પણ સિંધુ જળ સંધિને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો ઉઠાવી (Pakistan India Water Dispute) ચૂક્યું છે. એપ્રિલ 2026માં પાકિસ્તાને આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હવે બાંગ્લાદેશ દ્વારા પણ પાણીના મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચોનો ઉલ્લેખ કરવામાં આવતા બંને પડોશી દેશોની રાજદ્વારી રણનીતિમાં સમાનતા જોવા મળી રહી છે.
તીસ્તા મુદ્દો પણ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં મહત્વપૂર્ણ
તીસ્તા નદીના પાણીના વહેંચાણનો મુદ્દો લાંબા (Teesta Water Dispute) સમયથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો છે. બાંગ્લાદેશ તીસ્તા પ્રોજેક્ટ અને પાણીના વહેંચાણને લઈને સતત પોતાની માંગ રજૂ કરતું રહ્યું છે. જોકે, પાણીની વહેંચણીના મુદ્દાઓમાં આંતરરાષ્ટ્રીય સંધિઓ, દ્વિપક્ષીય કરારો, ભૌગોલિક સ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતો જેવા અનેક પરિબળો મહત્વ ધરાવે છે.
શું ભારત સામે સંયુક્ત મોરચો બની રહ્યો છે?
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે પાણીના મુદ્દે કોઈ સત્તાવાર સંયુક્ત મોરચો બન્યો હોવાનું સામે આવ્યું નથી. જોકે, બંને દેશો દ્વારા પોતાના-પોતાના જળ વિવાદોમાં આંતરરાષ્ટ્રીય મંચોનો ઉલ્લેખ કરવામાં આવતાં ભારત માટે આ રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ સ્થિતિ બની શકે છે. આગામી સમયમાં ગંગા જળ સંધિના રિન્યૂઅલ, તીસ્તા પાણી વિવાદ અને સિંધુ જળ સંધિ જેવા મુદ્દાઓ દક્ષિણ એશિયાની વોટર ડિપ્લોમસીમાં વધુ મહત્વપૂર્ણ બનવાની શક્યતા છે.
આ પણ વાંચો: યુક્રેનના ક્રિવી રીહમાં શૉપિંગ સેન્ટર પર રશિયાનો ભીષણ ડ્રોન હુમલો: 14 લોકોના મોત, 121થી વધુ ઘાયલ
આ પણ વાંચો: યમન-સોમાલિયા પાસે બે જહાજ હાઇજેક, 22 ભારતીય સહિત 30 ક્રૂ લૂટારાઓના કબજામાં
આ પણ વાંચો: અમેરિકાના અલાસ્કામાં ચાર્ટર્ડ વિમાન ક્રેશ, 2 પાઇલટ સહિત 8 લોકો લાપતા
