international news/ યુક્રેનના ક્રિવી રીહમાં શૉપિંગ સેન્ટર પર રશિયાનો ભીષણ ડ્રોન હુમલો: 14 લોકોના મોત, 121થી વધુ ઘાયલ

Ukraine Russia War: યુક્રેનના ક્રિવી રીહમાં શૉપિંગ સેન્ટર પર રશિયાના ભીષણ ડ્રોન હુમલામાં 14 લોકોના મોત અને 121થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. ઝેલેન્સ્કીએ હુમલાની કડક નિંદા કરી છે.

Top Stories World
Ukraine Russia War: રશિયાના ડ્રોન હુમલામાં 14 લોકોના મોત, 121થી વધુ ઘાયલ

Ukraine Russia War News: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Ukraine Russia War) વચ્ચે યુક્રેનના મધ્ય ભાગમાં આવેલા ક્રિવી રીહ શહેરમાં રશિયાએ મોટો ડ્રોન હુમલો (Kryvyi Rih Drone Attack)કર્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા મુજબ, એક શૉપિંગ સેન્ટરને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલામાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 121થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

Ukraine Russia War: ઝેલેન્સકીના ગૃહનગર ક્રિવી રીહને નિશાન બનાવ્યું

ક્રિવી રીહ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીનું ગૃહનગર છે. યુદ્ધ વચ્ચે આ શહેર પર રશિયા દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાનું યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું છે. અહેવાલ મુજબ શૉપિંગ સેન્ટર પર હુમલા બાદ વિસ્તારમાં (Ukraine Shopping Center Attack)ભારે નુકસાન થયું હતું. હુમલાને કારણે અનેક લોકો ઘાયલ થયા હતા અને કટોકટી સેવાઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.

14 લોકોના મોત, 120 થી વધુ ઘાયલ

યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલામાં અત્યાર સુધી 14 લોકોના મોત (Russia Drone Strike) નોંધાયા છે, જ્યારે 121થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.હુમલાની ઘટનાએ ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધમાં નાગરિક વિસ્તારોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે.

બે વખત ડ્રોન હુમલો થયો હોવાનો યુક્રેનનો દાવો

યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા મુજબ ક્રિવી રીહમાં સતત બે વખત ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પ્રથમ હુમલા બાદ શૉપિંગ સેન્ટરમાં આગ લાગી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે પ્રથમ હુમલા બાદ કટોકટી અને બચાવ સેવાઓ કાર્યરત થઈ ત્યારે ફરી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવાઓ અંગે રશિયા તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

ઝેલેન્સ્કીએ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું

વોલોડીમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલાની નિંદા કરી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોને જરૂરી સારવાર આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવતા આંતરરાષ્ટ્રીય સમુદાયને રશિયા સામે કડક પગલાં લેવા અપીલ કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહેતાં બંને દેશો દ્વારા એકબીજાના વિસ્તારો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો: યમન-સોમાલિયા પાસે બે જહાજ હાઇજેક, 22 ભારતીય સહિત 30 ક્રૂ લૂટારાઓના કબજામાં

આ પણ વાંચો: પેરુમાં 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, દક્ષિણ વિસ્તારોમાં આંચકા; 2 લોકો ઘાયલ

આ પણ વાંચો: પાકિસ્તાન: હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ ઇમરાન ખાન ફરી જેલમાં પરત