@અમિત રૂપાપરા
સુરત શહેરને હચ મચાવનારી એક ઘટના પાલનપુર પાટિયા વિસ્તારમાં સામે આવી છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટની C વીંગમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને નોંધ પણ મળી આવી હતી. જેમાં પરિવારના સભ્યોના સામૂહિક આઘાતનું કારણ આર્થિક સંકણામણ હોવાનું સામે આવી રહ્યું છે.
પરિવારના સભ્ય મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને તેમજ અન્ય સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ સામુહિક આપઘાતની ઘટનાને લઇ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેવો પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે, હસતા ખેલતા સોલંકી પરિવારનો માળો એક રાતમાં વિખેરાઈ ગયો.
સોલંકી પરિવારમાં રહેતા મનીષ સોલંકી, તેમના પત્ની રીટા સોલંકી, દીકરી કાવ્યા સોલંકી, બીજી દીકરી દીક્ષા સોલંકી, દીકરો કુશલ સોલંકી, પિતા કનુભાઈ સોલંકી અને માતા શોભનાબેન સોલંકી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વની વાત છે કે મનીષ ઉર્ફે શાંતિલાલ સોલંકી ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સોલંકી પરિવારના આપઘાતની ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સુરત માટે એક આ દુઃખદ અને હદ મચાવનારી ઘટના કહી શકાય.
આ પણ વાંચો:Gujarat/PM મોદી ગુજરાતની મુલાકાતને પગલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
આ પણ વાંચો:AMC-High Court/રખડતા ઢોરોના મુદ્દે હાઇકોર્ટે ઉધડો લેતા એએમસીની ઊંઘ ઉડી
આ પણ વાંચો:Surat/બ્રિટિશ કબ્રસ્તાન નસેડીઓનો અડ્ડો બન્યો, ખુલ્લેઆમ થઈ રહી છે દારૂની પાર્ટીઓ!