સુરત: ક્લીન સિટી તરીકે સુરતને ઓળખવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોની હરકતોથી આ નામ ખરાબ થઈ શકે છે. ત્યારે શહેરની ઐતિહાસિક ધરોહર બ્રિટિશ શાસનકાળ કબ્રસ્તાન ધૂળ ખાઇ રહી છે. આ કબ્રસ્તાન હવે નસેડીઓનો અડ્ડો બની ગયું છે. અહીં જ્યા જુઓ ત્યા દારૂની બોટલો તેમજ ખાલી પોટલીઓ જોવા મળે છે.
શહેરના કતારગામમાં આવેલું બ્રિટિશ કબ્રસ્તાન ઐતિહાસિક ધરોહરમાંથી એક ધરોહર છે. આ કબ્રસ્તાનમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાનની જાણીતી વ્યક્તિઓની કબરો અહીં આવેલી છે. પરંતુ આ ધરોહર હવે ધૂળ ખાતી નજરી ચડી છે. જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સ્થળની મલાકાત લેવામાં આવી ત્યારે એવો નજારો સામે આવ્યો કે, જેને જોતા જ ગર્વને બદલે શરમ અનુભવાઈ, જાળવણીના અભાવે આ કબ્રસ્તાન નસેડીઓનો અડ્ડો બની ગયો છે, નબીરાઓ અહીં દારૂની પાર્ટી કરી રહ્યા છે. આ ઐતિહાસિક સ્થળ પર દારૂની બોટલો તેમજ દેશી દારૂની ખાલી પોટલીઓ ઉડતી જોવા મળે છે. એવું લાગી રહ્યું છે કે, આ ધરોહરની જાળવણીમાં પુરાતત્વ વિભાગને કોઈ રસ નથી.
શું છે ક્રબ્રસ્તાનનો ઈતિહાસ?
કતારગામ દરવાજા નજીક ખ્રિસ્તી કબ્રસ્તાન કરતા કંઈક વિશિષ્ટ ગણી શકાય એવુ કબ્રસ્તાન છે. અંગ્રેજ કબ્રસ્તાનમાં સુરતની કોઠીના કબરો ઉપર ઊંચા મકબરાઓ બનાવવામાં આવ્યા છે. કોઠીના પ્રમુખ ફ્રાન્સીસ બ્રેટન (અવસાન 21-7-1649), હિંદુ, ઈરાન અને અરબસ્તાનના અંગ્રેસના પ્રમુખ અને મુંબઈના ગવર્નર ક્રિસ્ટોફર ઓક્સેન્ડન (અવસાન 18-4-1659), સુરતની કોઠીના પ્રમુખ અને મુબઈ ટાપુના ગવર્નર તથા મુંબઈના સ્થાપકનું બિરૂદ મેળવનાર જીરાલ્ડ ઓન્જિર (અવસાન 30-7-1677), આરાબેલા હેરિસ અને જેમ્સ હોપ ઉપરાંત અને વિશિષ્ટ હસ્તીઓની કબરો અહીં આવેલી છે. ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનની સુચનાથી સુરતના અંગ્રેજ કબ્રસ્તાનને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Mass Suicide/ સુરતમાં પિતાએ 6 સભ્યોને દવા પીવડાવી ગળે ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં રહસ્ય ખુલશે!
આ પણ વાંચો: Onion Price Rise/ ડુંગળીના ભાવમાં ફરી ભડકો, 50 રૂપિયે કિલો વેચાઈ રહી છે ડુંગળી
આ પણ વાંચો: Controversy/ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો ફરી બફાટ, સનાતન ધર્મને લઇ કર્યો વાણીવિલાસ

