ChhotaUdepur News/ છોટાઉદેપુર: બોડેલી, પાવીજેતપુર, સંખેડા સહીત જિલ્લામા ધોધમાર વરસાદ નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા

આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી છોટાઉદેપુર જિલ્લામા પણ ઓરેન્જ એલર્ટ

Gujarat

Chhotaudepur News : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા મળસ્કે માત્ર બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો બોડેલી અને પાવીજેતપુર સહિતના વિસ્તારોમા બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના પરિણામે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

બોડેલીના મુખ્ય બજાર, સોમનાથ સોસાયટી અને અમન પાર્ક સોસાયટી જેવી સોસાયટી મા ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ છે અને ઘરઆંગણાંમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.પ્રતિ વર્ષે થતાં વરસાદમાં આવું દ્રશ્ય ઉભું થતું હોવા છતાં પણ તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે હાથ ધરવામાં ન આવતાં નિકાલ વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે.

પાવીજેતપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાતા અહીંના પણ અનેક નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાઇ ગયા હતા.હવામાન ખાતા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર અને લોકો બંનેને સતર્ક રહેવાની સલાહ સાથે આગામી સમય મા ભારે વરસાદની શક્યતા, નદીઓ અને નાળાઓની નજીક ન જવાની વહીવટી તંત્ર દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ, 1 વ્યક્તિ અને 1 પશુંનું મોત

આ પણ વાંચો:આજે ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના

આ પણ વાંચો:ગરમીનું તાપમાન રહેશે ઊંચુ, કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે