Chhotaudepur News: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના અનેક વિસ્તારોમાં શનિવારે સાંજે ભારે વાવાઝોડા અને વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ (Thunderstorm) થયો હતો. વરસાદ (Rain)ની સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. સાંજના લગભગ 7:00 વાગ્યે પાવીજેતપુર તાલુકાના કોલીયારી ગામ વિસ્તારમાં વીજળી પડતાં, ઊંચાપાન ગામના રહેવાસી રાઠવા સંજયભાઈ આપસિંગભાઈનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી પ્રસરી છે.
તે ઉપરાંત, બોડેલીના ઊંચાપાન ગામે પણ વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી, જેમાં એક ભેંસ પર વીજળી પડતાં તેનુ મોત નિપજ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી ગ્રામમજનોએ પોતે પણ સલામતીના પગલા લે તે જરૂરી બન્યું છે.
અધિકારીઓએ વિસ્તારમાં વાતાવરણને લઈ ચેતવણી આપી છે અને લોકોને વીજળી પડતી વખતે ખુલ્લા મેદાન, ઝાડના નીચે કે મોટેલો ધાતુના સંપર્કમાં આવવાનું ટાળવા અનુરોધ કર્યો છે.
@સુલેમાન ખત્રી
આ પણ વાંચો:આગામી 5 દિવસ 15 જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, અપાયુંં યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતનાં હવામાનમાં પલટો, વીજળી સાથે વરસાદ પડતાં 5નાં મોત
આ પણ વાંચો:છોટાઉદેપુર જિલ્લામાં તોફાની વરસાદી માહોલ: વાવાઝોડા અને કરા સાથે અચાનક પલટો
