Not Set/ આ તારીખથી રાજ્યમાં આવી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

17થી 19 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની પધરામણી થવાની શક્યતા છે.  તો 16થી 20 જૂન સુધી કચ્છ અને આસપાસના અમુક વિસ્તારોને બાદ કરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જવાની ધારણા છે.

Top Stories Gujarat

સતત કેટલાક દિવસોથી અમદાવાદ સહિત ઉત્તર- મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ હવે 16 જૂનથી વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો પવનની પેટર્ન બદલાતા ચોમાસુ આગળ વધશે. તો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે.

  • પવનની પેટર્ન બદલાતા વરસાદની આગાહી
  • અમદાવાદમાં ગુરુથી રવિવાર વચ્ચે વરસાદની શક્યતા
  • 39.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું
  • સોમવારે મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું
  • આગામી બે દિવસમાં વાતાવરણમાં પલટો આવશે

17થી 19 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની પધરામણી થવાની શક્યતા છે.  તો 16થી 20 જૂન સુધી કચ્છ અને આસપાસના અમુક વિસ્તારોને બાદ કરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જવાની ધારણા છે.  મહત્વનું છે કે રાજ્યમાં 39.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું હતું.  તો આગામી બે દિવસો દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર- મધ્ય ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે 16 જૂનથી વાતવરણમાં પલટો આવશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર હાલની પવનોની પેટર્ન જોતા 17 જૂનની આસપાસ ઉત્તર- પૂર્વ અરબ સાગરની આસપાસ અપર એર સર્ક્યુલેશન સાથે ટ્રફ રચાવાની શક્યતા છે.  જેના લીધે ચોમાસાને આગળ વધવા માટે અનુકુળ વાતાવરણ રચાશે.  તો ગુરુવારથી રવિવાર વચ્ચે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.  તેમજ 20 જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જશે.