રાજકીય/ જગદીશ ઠાકોરના પુત્ર કોંગ્રેસ ભવનમાં દાખલગીરી કરે છે, કહી વિજય દવેએ આપ્યું રાજીનામું

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના દિકરા કોંગ્રેસ ભવનમાં દખલગીરી કરે છે. અને જેને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. : વિજય દવે

Top Stories Gujarat
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખનું રાજીનામું વિજય દવેએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું જગદીશ ઠાકોરના પુત્રને કારણે રાજીનામું: સુત્ર કોંગ્રેસ ભવનમાં પ્રમુખ પુત્રની દખલગીરીના આક્ષેપ પ્રદેશ પ્રભારી રઘુ શર્માને મોકલ્યુ રાજીનામું 2017માં એલીસબ્રિજ બેઠકથી ચૂંટણી લડ્યા હતા
  • પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખનું રાજીનામું
  • વિજય દવેએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
  • જગદીશ ઠાકોરના પુત્રને કારણે રાજીનામું: સુત્ર
  • કોંગ્રેસ ભવનમાં પ્રમુખ પુત્રની દખલગીરીના આક્ષેપ
  • પ્રદેશ પ્રભારી રઘુ શર્માને મોકલ્યુ રાજીનામું
  • 2017માં એલીસબ્રિજ બેઠકથી ચૂંટણી લડ્યા હતા

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ પક્ષ પાલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. રોજ બરોજ નાના મોટા નેતાઓ કે કાર્યકર્તાઓ કેસરિયા કરી રહ્યા છે. પછી તે આપ પાર્ટીમાંથી હોય કે કોંગ્રેસ માંથી દરેકને હવે પોતાની પાર્ટીમાં ખરાબીઓ દેખાઈ રહી છે. કોઈ હેરાન કરી રહ્યું છે. જેવા અનેક બહાના હેઠળ અનેક લોકો પક્ષ બદલીને ભાજપમાં જોડાઇ  રહ્યા છે.

જગદીશ ઠાકોરના પુત્ર નૈમેશ ઠાકોરના કારણે રાજીનામું આપ્યાનો સૂત્રોનો દાવો

2017માં એલીઝબ્રિજ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા વિજય દવે

પ્રભારી રઘુ શર્માને મોકલ્યું રાજીનામું

ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના નારાજ પ્રવક્તા જયરાજસિંહ પરમારના રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓનો રાફડો ફાટ્યો છે. રોજ  કોઈ ને કોઈ નેતાણી નારાજગી સામે આવી રહી છે. ત્યારે હવે ગુજરાત પ્રદેશના કાર્યકારી ઉપપ્રમુખ વિજય દવેની નારાજગી સામે આવી છે. તેમણે સીધો જ પ્રદેશ પ્રમુખના દિકરા ઉપર આક્ષેપ મૂક્યો છે. અને કહ્યું છે કે, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના દિકરા કોંગ્રેસ ભવનમાં દખલગીરી કરે છે. અને જેને લઈ તેમણે રાજીનામું આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે આંતરિક વિવાદના કારણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક સમયથી કોંગ્રેસના આંતરિક વિવાદ જાહેરમાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહી દેતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવવાથી રાજ્યના રાજકારણમાં ભારે દોડધામ મચી ગઇ છે. જો કે તેમણે 22 તારીખે વિધિવત ભાજપમાં જોડાવાની પણ જાહેરાત કરી છે.

 

T-20 Number 1 Team India / જે વિરાટ ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું, ટીમ ઈન્ડિયા 6 વર્ષ બાદ T-20માં નંબર-1

OMG! / બ્રિટનમાં જન્મ્યો આવો વિચિત્ર પ્રાણી જોઈને આવી હેરિપોટરના ડોંબીની યાદ

ઘાસચારા કૌભાંડ કેસ / લાલુ યાદવને સજા એ એલાન, 5 વર્ષ સુધી રહેશે જેલમાં, જાણો જજના નિર્ણય પર શું હતું રિએક્શન