અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-૧ પૈકી ૬.૫ કિ.મી.ની ૫.૮ વ્યાસની અપ-ડાઉન લાઇનની બે જોડિયા ટનલ તૈયાર થઇ ગઇ છે. ટનલ નિર્માણએ ભારતીય ઇજનેરોની ઐતિહાસિક સિદ્ધિ છે તેવું કહેતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ડેશબોર્ડ દ્વારા આ મેટ્રો ટનલનું સતત મોનિટરીંગ કરી રહી છે.
આપને જણાવી દઇએ કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જમીનની સપાટીથી સરેરાશ ૧૮ મીટર ભુગર્ભમાં ખાસ પ્રકારની ઇજેનેરી કૌશલ્ય ધરાવતી આ ટનલ ભારતીય ઇજનેરો અને કંપનીઓ દ્વારા તૈયાર કરાઇ છે.
વિગત વાર વાત કરવામાં આવે તો, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-૧ પૈકી ૬.૫ કિ.મી.ની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર – સાબરમતી નદી પહેલા સુધીની ૫.૮ વ્યાસની એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભુગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકડાઇન સમયે આ અત્યંત વિશિષ્ટ પ્રકારની ઇજનેરી કૌશલ્ય ધરાવતી ભુગર્ભ ટનલનું ભારતીય ઇજનેરો અને ભારતીય કંપની દ્વારા ખાસ મશીનરીનું ખાસ ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે તે ગુજરાત માટે ઇજનેરી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવતા અમદાવાદ શહેરના ગીચ વિસ્તારમાં આ કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરાઇ છે તે બદલ ઇજનેરોને અભિનંદન આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ટનલની સરેરાશ ઉંડાઇ જમીનની સપાટીથી ૧૮ મીટર નીચે છે અને આ કામમાં ૩.૩ લાખ ઘન મીટર માટી, ૫૨,૩૦૦ ઘનમીટર ક્રોંકીંટ, આશરે ૨ લાખ મનુષ્ય દિવસ અને ૪ હજાર ક્રોકીંટ રીંગ સહાયક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યા છે.
CM રુપાણીએ કહ્યું હતું કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી ૪૦ કિ.મી.ની અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧ના પૈકી ૬.૫ કિ.મી. લંબાઇની આ વિશિષ્ટ પ્રકારની ટનલ તૈયાર કરવા આધુનિક ચાર ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટનલનું કામ ઝડપી પૂર્ણ કરવા કોરોનાના કારણે પોતાના વતન ગયેલા વિશેષ કૌશલ્ય ધરાવતા ઓડિશાના શ્રમિકોને હવાઇ માર્ગે પરત લાવીને તેમની મદદથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ – ટનલનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
