Ahmedabad News/ વટવા GIDCથી શિવા મહાલિંગમ ગેંગનો જૂનો સાગરીત ઝડપાયો

પેટ્રોલિંંગ દરમિયાન આરોપી ઇમરાન સૈયદની હથિયાર સાથે ધરપકડ

Ahmedabad Gujarat
પોલીસે આરોપી ઇમરાન સૈયદની હથિયાર સાથે ધરપકડ કરી હતી.

Ahmedabad News : વટવા GIDCથી શિવા મહાલિંગમ ગેંગના જુના સાગરીતને પોલીસે ઝડપી લીધો છે. જેમાં ઝોન-૬ LCBએ પેટ્રોલિંગ દરમિયાન આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે પેટ્રોલિંંગ દરમિયાન આરોપી ઇમરાન સૈયદની હથિયાર સાથે ધરપકડ કરી હતી.

તપાસમાં આરોપી ઈમરાન પહેલા શિવ મહાલિંગમની ગેંગ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે.પોલીસે તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કારતૂસ કબજે કર્યા છે.તપાસમાં આરોપી અદાવતના કારણે હથિયાર લાવ્યો હોવાની હકીકત સામે આવી છે.

આરોપીને વટવાના ઇમરાન ગામડીયા સાથે જૂની અદાવત હોવાનું તપાસમાં ખુલ્યું છે. આમ પોલીસે આરોપી ઇમરાન સૈયદને હથિયાર સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના રામોલમાં પિસ્ટલ અને રિવોલ્વર સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:  પોરબંદરનો કુખ્યાત ભીમા દુલા ઝડપાયો, વાડીમાંથી શસ્ત્રોના જથ્થો સાથે 1 કરોડ રોકડા મળ્યા

આ પણ વાંચો: અમદાવાદમાં બે અલગ અલગ કેસમાં 6 પિસ્ટલ અને 3 તમંચા સાથે પાંચ શખ્સો ઝડપાયા