Surat News/ રાજ્યમાં ખાતરની અછત મુદ્દે સુરત સાંસદની રજૂઆત

સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ અને ઉમરપાડા સહિતના ઘણા તાલુકાઓમાં નાના સીમાંત ખેડૂતો ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે

Top Stories Gujarat Surat Breaking News

Surat News:સુરત (Surat) જિલ્લામાં યુરિયા ખાતર (Urea Fertilizer) ની અછતને કારણે ખેડૂતો (farmers) માં રોષ છે.છેલ્લા ઘણા દિવસોથી જિલ્લાના ખેડૂતો યુરિયા ખાતર માટે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ખાતરની અછત મુદ્દે કેબિનેટ મંત્રીને રજૂઆત કરી છે. ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓમાં યુરિયા ખાતર ઉપલબ્ધ નથી, જ્યારે ચોમાસામાં ડાંગર રોપ્યા પછી તાત્કાલિક જરૂરિયાત સમયે યુરિયા ખાતર ન મળવાથી નારાજ ખેડૂતો સવારથી જ કતારમાં ઉભા રહેવાની ફરજ પડી છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક યુરિયા ખાતર પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે.ગુજરાત અને સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછતને લઈ યુરિયા ખાતરનું બ્લેકમેલિંગ કરનાર સામે કાર્યવાહી કરાય તેવી સાંસદ મુકેશ દલાલે રજુઆત કરી છે.

યુરિયા ખાતરની અછતને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રોષ છે. સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ અને ઉમરપાડા સહિતના ઘણા તાલુકાઓમાં નાના સીમાંત ખેડૂતો ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, આ પ્રદેશના ખેડૂતો મુખ્યત્વે ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર છે. હાલમાં ખેડૂતોએ રોપણી અને વાવણીનું કામ શરૂ કરી દીધું છે, પરંતુ પૂરક ખાતર તરીકે ઉપયોગમાં લેવાતા યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.આ ખાતર એજન્સીઓ ઈન્ડસ્ટ્રીઝમાં ખાતર પધરાવે છે. તેથી યુરિયા ખાતરની 7000 બેગો તાકીદે પૂરી પાડવા સાંસદ દ્રારા રજૂઆત કરવામાં આવી છે.

હાલ વાવેતરની સિઝન વેળાએ જ યુરિયા ખાતરની તીવ્ર અછત છે. જો સમયસર યુરિયા ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જશે, જેના કારણે રાજ્યના ગરીબ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન જશે. સહકારી મંડળીઓના દરવાજા બહાર સવારથી મોડી સાંજ સુધી યુરિયા ખાતર ખરીદવા માટે લાંબી કતારો જોવા મળે છે, જેમાં ખેડૂતો યુરિયા માટે કતારમાં ભૂખ્યા અને તરસ્યા ઉભા રહે છે. પરંતુ જેમ જેમ વારો આવે છે તેમ તેમ યુરિયા ખાતર પૂરું થઈ જાય છે અને વિલા પાછો ફરે છે. અત્યાર સુધી ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓમાં ખાતર ઉપલબ્ધ હતું. પરંતુ ખાતર કંપની દ્વારા સહકારી મંડળીઓને ફાળવવામાં આવેલ યુરિયા ખાતરનો જથ્થો હાલમાં ઓછો છે, જેના કારણે ખાતરની અછત સર્જાઈ રહી છે.આ સાથેજ સુરત સાંસદ મુકેશ દલાલે સુરતમાં ચિકિત્સા કેન્દ્રો પણ શરૂ કરવા જે.પી. નડ્ડાને રજુઆત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ

આ પણ વાંચો:દાહોદમાં ખાતરની અછત વચ્ચે મોટા ઘટસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ : કતવારામાંથી યુરિયા ખાતરનો બિનહિસાબી જથ્થો ઝડપાયો

આ પણ વાંચો:GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ