Breaking News/ અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25 થયું, પ્રતિ કિલોમીટરે હવે ₹20 ચૂકવવા પડશે

અમદાવાદમાં વધતા CNGના ભાવને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડા (Ahmedabad Rickshaw Fare Hike)માં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. મિનિમમ ભાડું હવે ₹20થી વધીને ₹25 થયું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Rickshaw Fare Hike: CNGના વધતા ભાવની અસર, રિક્ષાનું મિનિમમ ભાડું ₹25 થયું

Breaking News: અમદાવાદ શહેરમાં લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વધતા જતા CNGના ભાવને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડા (Ahmedabad Rickshaw Fare Hike)માં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીમાં યોજાયેલી બેઠકમાં રિક્ષાચાલકોની લાંબા સમયથી ચાલતી માંગને આંશિક સ્વીકારવામાં આવી છે.

Ahmedabad Rickshaw Fare Hike: ત્રણ વર્ષ બાદ રિક્ષા ભાડામાં વધારો

નવી વ્યવસ્થા મુજબ રિક્ષાનું મિનિમમ ભાડું ₹20માંથી વધારીને ₹25 કરવામાં આવ્યું છે. એટલે કે મુસાફરોને હવે શરૂઆતના ભાડા માટે ₹5 વધુ ચૂકવવા પડશે. ઉપરાંત પ્રતિ કિલોમીટર ભાડું પણ ₹15માંથી વધારીને ₹20 કરવામાં આવ્યું છે. અંદાજે ત્રણ વર્ષ બાદ રિક્ષા ભાડા (Ahmedabad Rickshaw Fare Hike)માં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

રિક્ષાચાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં CNGના ભાવમાં સતત વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં જ CNGના ભાવમાં અંદાજે ₹6નો વધારો નોંધાયો છે અને ભાવ ₹88 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. વધતા ઇંધણ ખર્ચ, વાહન જાળવણી અને અન્ય ખર્ચને કારણે હાલના ભાડા દરો પર વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની ગયો હતો.

રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા અનેક વખત વાહન વ્યવહાર કમિશનર સમક્ષ ભાડા વધારાની માંગ કરવામાં આવી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઈ નિર્ણય ન લેવાતા યુનિયને સ્વયં ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. યુનિયને મિનિમમ ભાડું ₹50 અને પ્રતિ કિલોમીટર ₹20 કરવાની માંગણી કરી હતી.

આ મુદ્દે ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ RTO અધિકારીઓ, રિક્ષા ચાલક વેલફેર એસોસિયેશન, સ્માર્ટ સિટી ડ્રાઇવર યુનિયન અને નિષ્ણાતોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વસંમતિથી પ્રતિ કિલોમીટર ભાડું ₹20 કરવાની માંગણી સ્વીકારવામાં આવી, જ્યારે મિનિમમ ભાડું ₹50 કરવાની માંગણીને મંજૂરી આપવામાં આવી નહોતી. તેના બદલે મિનિમમ ભાડું ₹25 નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડા (Ahmedabad Rickshaw Fare Hike)માં પણ વધારો કરવામાં આવ્યો હતો. CNGના સતત વધતા ભાવને કારણે સ્કૂલ વાનના ભાડામાં ₹200 અને સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલાં 16 મે, 2026ના રોજ અદાણી CNG દ્વારા પણ CNGના ભાવમાં ₹2.25નો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઇંધણના ભાવની અસર હવે જાહેર પરિવહન ક્ષેત્રમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

નવા ભાડા (Ahmedabad Rickshaw Fare Hike) દરો અમલમાં આવ્યા બાદ એક તરફ રિક્ષાચાલકોને આર્થિક રાહત મળશે, જ્યારે બીજી તરફ મુસાફરોના રોજિંદા પરિવહન ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના બજેટ પર તેની સીધી અસર જોવા મળી શકે છે.


આ પણ વાંચો:CNG ભાવ વધારો: અમદાવાદમાં ₹83 પાર, રિક્ષાચાલકોનો ફાટી નીકળ્યો ગુસ્સો

આ પણ વાંચો:અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં રિક્ષાચાલકનું એસિડ પીને મોત, બે સામે FIR

આ પણ વાંચો:રાજકોટમાં રેપિડો રિક્ષાચાલકોનો હલ્લાબોલ, ભાડું 15 થી ઘટાડી 12 કરાતા હડતાળની ચીમકી