Ahmedabad News: અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાહનચાલકો માટે ફરી એક વખત મોંઘવારીનો ઝટકો આવ્યો છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવ (CNG price hike)માં પ્રતિ કિલો ₹1.50નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદમાં હવે CNGનો નવો દર ₹83.77 પ્રતિ કિલો થયો છે.
આ વધારો એ સમયે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા જ કંપનીએ ₹1.21નો ઘટાડો જાહેર કર્યો હતો. જોકે, ત્યારબાદ સતત ત્રણ વખત ભાવ વધારાથી કુલ મળીને CNG ફરી મોંઘું બન્યું છે.
CNG price hike: છેલ્લા કેટલાક મહિનાનો ભાવ ટ્રેન્ડ
2026ની શરૂઆતમાં ભાવ ઘટાડા પછી, થોડા જ મહિનામાં ફરી વધારો શરૂ થયો છે. ફેબ્રુઆરીમાં ₹0.50નો વધારો કરવામાં આવ્યો હતો અને હવે એપ્રિલમાં ₹1.50નો મોટો વધારો નોંધાયો છે. સતત વધારાના કારણે ગ્રાહકો પર વધારાનો ભાર પડી રહ્યો છે.
2025 દરમિયાન પણ અદાણી CNGના ભાવ (CNG price hike)માં ચાર વખત વધારો નોંધાયો હતો, જેમાં કુલ વધારો ₹3.40 જેટલો થયો હતો. હવે 2026માં પણ એ જ ટ્રેન્ડ ચાલુ રહેતા લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે.

રિક્ષાચાલકો અને સામાન્ય લોકો પર અસર
આ વધારાનો સૌથી વધુ પ્રભાવ ઓટો-રિક્ષા ચાલકો અને ડેઇલી મુસાફરી કરનારાઓ પર પડી શકે છે. ઈંધણના વધતા ખર્ચને કારણે ભાડાંમાં વધારો (CNG price hike) થવાની શક્યતા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે.
વૈશ્વિક પરિસ્થિતિનો અસર
ગેસના ભાવ (CNG price hike)માં વધારો થવાનું એક કારણ વૈશ્વિક પરિસ્થિતિ પણ માનવામાં આવી રહ્યું છે. ઇરાન નજીક આવેલી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં અવરોધના કારણે ગેસ સપ્લાય પર અસર પડી રહી છે. આ ઉપરાંત, લોકો ધીમે ધીમે PNG તરફ વળી રહ્યા હોવાથી પણ માંગમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:મિડલ ઈસ્ટ જંગનો ભારતમાં મોટો ફટકો! અદાણીએ ગેસના ભાવમાં કર્યો ₹79 નો વધારો, ઉદ્યોગો પર મોંઘવારીનો માર
આ પણ વાંચો:ગુજરાત ગેસ બાદ અદાણીએ પણ CNGના ભાવમાં કર્યો આટલો વધારો,જાણો
આ પણ વાંચો:અદાણી CNG ગેસના ભાવમાં વધારો, પ્રતિ 1 કિલોએ રૂ. 5 નો વધારો, રૂ. 74.59 થી વધીને 79.59 ભાવ થયો
