Bhuj News/ ભુજમાં બોરવેલમાં ઝારખંડના યુવકે ઝંપલાવ્યું, કૌટુંબિક ઝઘડાને લઈને કૂદ્યો હોવાની શંકા

છેલ્લા બે કલાકથી બોરમાં પડેલા યુવકને બચાવવાની કામગીરી ચાલી રહી છે

Gujarat Others
ઝારખંડના એક યુવકે ભુજમાં બોરવેલમાં ઝંપલાવ્યું હતું

Bhuj News : ઝારખંડના એક યુવકે ભુજમાં બોરવેલમાં ઝંપલાવ્યું હતું. આ અગે જાણ થતા ફાયર કર્મચારીઓ, પ્રાંત અધિકારી, પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં ફાયરની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.

યુવકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા

આ બનાવની વિગત મુજબ મૂળ ઝારખંડનો યુવક કુકમાના આશાપુરા ટેકરી પાછળ બંધ બોરમાં ખાબક્યો હતો. આ યુવકે ઘરના ઝઘડાથી કંટાળીને બોરમાં છલાંગ લગાવી હોવાની શંકા છે. આધુનિક સાધન સામગ્રીની મદદ વડે ભુજ ફાયર શાખા દ્વારા 150 ફૂટ અંદર ફસાયેલા યુવકને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળે પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર પણ હાજર છે.

ખુલ્લાં બોરમાં યુવક ખાબકતાં તંત્ર દોડતું થયું

ગોપાલભાઈ નામના ખેડૂતની ભુજના કુકમા ગામ નજીક આવેલી વાડી અંદર ખુલ્લાં બોરમાં ખેત મજૂર ખાબક્યો હતો. ઝારખંડનો યુવક બોરમાં ફસાઈ જતાં સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ સંદર્ભે સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ઝારખંડનો 20 વર્ષીય યુવક 150 ફૂટ અંદર બોરમાં ફસાઈ ગયો હતો. .કૌટુંબિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં આ યુવકે કૂદકો મારી દીધો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે, યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કે, અકસ્માતે પડ્યો છે તે અંગેનું સાચુ કારણ તાત્કાલિક જાણવા મળ્યું નથી.

યુવકને થોડા સમયમાં જ બહાર કાઢી શકાશે

ભુજ પ્રાંત અધિકારી અનિલ યાદવે જણાવ્યું કે, છેલ્લા બે કલાકથી બોરમાં પડેલા યુવકને બચાવવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ઘરેલુ ઝઘડાને કારણે યુવક બોરમાં કૂદી પડ્યો હોય એવું જાણવા મળ્યું છે. જોકે, હકીકત પોલીસ તપાસ બાદ જાણી શકશે.

સંભવિત થોડા સમયમાં યુવકને બહાર લાવી શકાશે. આ યુવક કુકમાની આશાપુરા ટેકરી પાસે આવેલ વાડીમાં પરિવાર સાથે રહેતો હતો. ભુજ પ્રાંત, મામલતદાર, 108 અને પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. યુવકને બહાર કાઢવા માટે પધ્ધર પોલીસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો કામે લાગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મધ્યપ્રદેશના ગુનામાં 10 વર્ષનું બાળક બોરવેલમાં પડતાં રેસ્ક્યુ કરાયું

આ પણ વાંચો: દિલ્હીમાં બોરવેલમાં પડેલા યુવકનું અંતે મોત

આ પણ વાંચો: મધ્યપ્રદેશના મંડાવી ગામમાં 5 વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો, બચાવ કામગીરી પુરજોશમાં