Rescue/ દિલ્હીમાં બોરવેલમાં પડેલા યુવકનું અંતે મોત

શરૂઆતમાં બોરવેલમાં બાળક પડી ગયાની માહિતી મળી હતી. ત્યારબાદ રેસ્ક્યુ દરમિયાન તેની ઉમર 18 થી 20 વર્ષની હોવાનું જણાયું હતું. જોકે યુવકનો મૃતદેહ બહાર કઢાયો ત્યારે તેની ઉંમર 30 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. એનડીઆરએફની ટીમે બોરવેલની બાજુમાં.

Top Stories India

@ નિકુંજ પટેલ

New Delhi News: દિલ્હીના કેશોપુર બજાર પાસે વોટર બોર્ડના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના બોરવેલમાં પડેલા યુવકનું મોત નીપજ્યુ છે. આ યુવકની ઉંમર અંદાજે 30 વર્ષની છે અને હજી સુધી તેની ઓળખ થઈ શકી નથી. 10 માર્ચના રોજ મોડી રાત્રે તે 20 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. અંતે 12 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ તેનો મૃતદેહ બહાર કઢાયો છે.

શરૂઆતમાં બોરવેલમાં બાળક પડી ગયાની માહિતી મળી હતી. ત્યારબાદ રેસ્ક્યુ દરમિયાન તેની ઉમર 18 થી 20 વર્ષની હોવાનું જણાયું હતું. જોકે યુવકનો મૃતદેહ બહાર કઢાયો ત્યારે તેની ઉંમર 30 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. એનડીઆરએફની ટીમે બોરવેલની બાજુમાં ખાડો કોદીને  આ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તે પહેલા બોરવેલમાં રસ્સી નાંખીને તેને બહાર કાઢવાની કોશિષ કરવામાં આવી હતી. જોકે તેમાં સફળતા મળી ન હતી. જળ મંત્રી આતિશીએ જણાવ્યું હતું કે યુવકના બોરવેલ રૂમમાં કેવી રીતે ઘુસ્યો અને બોરવેલમાં કેવી રીતે પડી ગયો તેની તપાસ કરવામાં આવશે. જળ મંત્રી આતિશી રવિવારે સવારે વોટર પ્લાન્ટ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે રેસ્ક્યુ ટીમ પ્લાન્ટ પર પહોંચી ત્યારે બોરવેલ વાળા સેકશનમાં તાળુ લગાવેલું હતું. તાળુ તોડીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કોઈને પણ પ્લાન્ટમાં બોરવેલ પાસે જવાની મંજુરી નથી હોતી. આવું કેવી રીતે બન્યું તેની પોલીસ તપાસ કરી રહી છે.

દિલ્હી પોલીસના ડીસીપી વિચિત્ર સિંહે રવિવારે જણાવ્યું હતું કે વિકાસપુર પોલીસ સ્ટેસનમાં શનિવારે રાત્રે અંદાજે 1 વાગ્યે ફોન આવ્યો હતો. જેમાં એક યુવક બોરવેલમાં પડ્યો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ President Election/ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા

આ પણ વાંચોઃ Hit And Run/ રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો

આ પણ વાંચોઃ દારૂ પીવડાવી બહેનો ઉપર ગેંગરેપ ગુજારી વીડિયો ઉતાર્યો, પરિવારના ત્રણ જણાએ જીવન ટૂંકાવ્યા