Madhya Pradesh News/ મધ્યપ્રદેશના ગુનામાં 10 વર્ષનું બાળક બોરવેલમાં પડતાં રેસ્ક્યુ કરાયું

પોલીસ અને અન્ય સ્થાનિક એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી,

Top Stories India

Madhya Pradesh News: મધ્યપ્રદેશના ગુના (Guna District) જિલ્લામાં બોરવેલમાં (Borewell) પડેલા 10 વર્ષના બાળકને બહાર કાઢવામાં આવ્યો છે. શનિવારે પીપલિયા ગામમાં સુમિત બોરવેલમાં પડી ગયો હતો અને તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ માહિતી આપતા ગુનાના ASP માન સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘સુમિત ગઈ કાલે બપોરે લગભગ 3.30 વાગ્યે બોરવેલમાં પડ્યો હતો. તેને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થયું હતું.

બાળકના પડવાની માહિતી આપતાં રાઘોગઢના કોંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહે કહ્યું હતું કે બાળક લગભગ 39 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયું છે. ગુના કલેક્ટર સતેન્દ્ર સિંહે કહ્યું કે બોરવેલ લગભગ 140 ફૂટ ઊંડો છે. બાળકને બચાવવા માટે 25 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. સુમિતને આજે સવારે 9.30 વાગ્યે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, તેનો શ્વાસ ધીમો છે. તે હજુ બેભાન છે.”

પોલીસ અને અન્ય સ્થાનિક એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યારે ભોપાલથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ પણ મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે કહ્યું કે બોરવેલમાં ઓક્સિજન પમ્પ કરવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોટપુતલી-બેહરોરના બોરવેલમાં 6 દિવસથી ફસાઈ છે 3 વર્ષની બાળકી, રેસ્કુય ઓપરેશન જારી

આ પણ વાંચો:દૌસામાં બોરવેલમાં ફસાઈ બે વર્ષની બાળકી, NDRF અને SDRFની બચાવ કામગીરી ચાલુ

આ પણ વાંચો:અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી