Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે અલગ અલગ બનાવમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરી હતી. તેમની પાસેતી પોલીસે છ પિસ્ટલ, ત્રણ તમંચા, છ કાર્ટીજીસ અને ચાર મોબાઈલ કબજે કર્યા હતા. પ્રથમ બનાવની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચ પોલીસે માહિતીને આધારે સાબરમચી રિવરફ્રન્ટ, લેમન ટ્રી હોટેલ પાછલ ખુલ્લી જગ્યામાંથી પાંચ શખ્સોને શસ્ત્રો સાથે ઝડપી લીધા હતા. આરોપીઓમાં મુળ ઉત્તરપ્રદેશના અને દાણીલીમડામાં રહેતા મોહમ્મદફાઝીલ એમ.તુર્કી, શાહપુરમાં રહેતા મતીન એન. તુર્કી, શાહપુરમાં રહેતા મોહંમદફૈઝાન એમ.તુર્કી અને મુળ ઉત્તરપ્રદેશના અને શાહીબાગમાં રહેતા અનીશ આર. તુર્કીનો સમાવેશ થાય છે.
તેમની પાસેથી પોલીસે એક ગેરકાયદે પિસ્ટલ, બે દિશી તમંચા, બાર બોરનો એક દેશી તમંચો, છ કાર્ટીજીસ અને 4 મોબાઈલ મળીને કુલ રૂ. 67,100 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. અનીસ તુર્કી એક વર્ષ પહેલા મારામારીના ગુનામાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અન્ય બનાવમાં ક્રાઈમ બ્રાંચે વાસણા શાસ્ત્રીબ્રિજ પાસેથી સરખેજમાં અંબર ટાવર ખાતે રહેતા મોહસીન ઉર્ફે મોટા એસ.મણીયારની ધરપકડ કરી હતી. તેની પાસેતી પોલીસે રૂ.1,25,000 ની કિંમતની પાંચ પિસ્ટલ કબજે કરી હતી.આ તમામ આરોપીઓ આ શસ્ત્રો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા ઉપરાંત શસ્ત્રોનો કોઈ ઉપયોગ કર્યો છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સુરત લાંચ કાંડમાં કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ
આ પણ વાંચો: સુરતના ભૂતપૂર્વ મેયરનો પક્ષની જ મહિલા કોર્પોરેટર પર લાંચનો આરોપ
આ પણ વાંચો: સુરત/ લાંચ લેતા ઝડપાયો કોર્પોરેટર, ACBના છટકામાં પકડાયો
