Ahmedabad News/ અમદાવાદમાં ST અને લક્ઝરી બસો બંધ કરવાનું આયોજન, મંત્રી દર્શના વાઘેલાનું મોટું નિવેદન

Ahmedabadમાં વધતા ટ્રાફિકને રોકવા માટે ST અને લક્ઝરી બસો બંધ કરી માત્ર AMTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવા પર મંત્રી દર્શના વાઘેલાએ ભાર મૂક્યો છે.

Gujarat Ahmedabad Top Stories
Ahmedabad traffic management plan

Ahmedabad traffic management plan: ગુજરાતના મેટ્રો સિટી અમદાવાદમાં સતત વધતા ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે રાજ્ય સરકાર એક મોટા અને કડક નિર્ણય તરફ આગળ વધી રહી છે. અમદાવાદ શહેરમાં આગામી સમયમાં ST (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું આયોજન ચાલી રહ્યું હોવાનું શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું છે.

Ahmedabad traffic management plan

મોબિલિટી એક્ઝિબિશનમાં કરાઈ જાહેરાત

અમદાવાદમાં આયોજિત ‘મોબિલિટી એક્ઝિબિશન’ દરમિયાન મંત્રી દર્શના વાઘેલાએ પરિવહન વ્યવસ્થાને લઈને સરકારના ભાવિ વિઝન પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ST અને લક્ઝરી બસોને શહેરની મર્યાદાની બહાર રાખવા માટેનું આયોજન વિચારણા હેઠળ છે.

Ahmedabad traffic management plan
AI Image

Ahmedabadમાં જાહેર પરિવહન પર અપાશે ભાર

મંત્રીએ જણાવ્યું હતું કે, શહેરની અંદર મુસાફરોની અવરજવર માટે માત્ર AMTS, BRTS અને મેટ્રો રેલનો ઉપયોગ થાય તેવો આગ્રહ રાખવામાં આવશે. આ ત્રણેય સેવાઓનું નેટવર્ક મજબૂત હોવાથી લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવો સરકારનો ઉદ્દેશ્ય છે.

“એક ઘરમાં 4 વાહનો હશે તો ટ્રાફિક વધશે જ”  

લોકોને અપીલ કરતા મંત્રીએ કહ્યું કે, “શહેરમાં વસ્તી સતત વધી રહી છે. જો એક જ ઘરમાં ચાર સભ્યો હોય અને ચારેય પાસે અલગ-અલગ વાહનો હોય, તો ટ્રાફિક વધવો સ્વાભાવિક છે. અન્ય દેશોના મહાનગરોની જેમ અમદાવાદમાં પણ આયોજનબદ્ધ પરિવહન વ્યવસ્થા (Integrated Transport System) અપનાવવામાં આવશે તો જ ટ્રાફિક પર નિયંત્રણ લાવી શકાશે.”

આયોજન પાછળનો મુખ્ય હેતુ

શહેરમાં મોટી બસોના પ્રવેશને કારણે સર્જાતા ટ્રાફિક જામને અટકાવીને ટ્રાફિકના ભારણમાં ઘટાડો કરવો એ પ્રાથમિક લક્ષ્ય છે. આ સાથે જ જાહેર પરિવહનના વધુમાં વધુ ઉપયોગને પ્રોત્સાહન આપીને પર્યાવરણની જાળવણી કરવી અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો: અમદાવાદ: દિવસમાં CA ની ઓફિસમાં નોકરી, સાંજે બનતો નકલી પોલીસ, કેવી રીતે થયો પર્દાફાશ ?

આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં ટ્રકની અડફેટે બાઈક સવારનું મોત

આ પણ વાંચો: ખુશખબર! અમદાવાદની હિસ્ટ્રી અને ફ્યુચર જોવા રિવરફ્રન્ટ પર ‘AmdavadNXT’ એક્ઝિબિશનનો પ્રારંભ