9 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાને આખી દુનિયા 9/11 હુમલાના નામથી જાણે છે. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. 2001 માં, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસી પર એરલાઇન હાઇજેકીંગ અને આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. આ સતત આત્મઘાતી હુમલાઓથી અમેરિકા ચોંકી ગયું હતું. આ ભયાનક આતંકવાદી હુમલામાં લગભગ 3 હજાર લોકો માર્યા ગયા હતા. ખાલિદ શેખ મોહમ્મદને અમેરિકામાં 9/11ના હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જે મુસ્લિમ બ્રધરહુડનો સક્રિય સભ્ય હતો.

9/11 હુમલાનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું?
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિદ મોહમ્મદ શેખ 90ના દાયકામાં ડઝનબંધ વિમાનો દ્વારા અમેરિકા પર હુમલો કરવા માંગતો હતો, પરંતુ તેનો પ્લાન નિષ્ફળ ગયો. આ પછી તેણે આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે હાથ મિલાવ્યા અને તેની સાથે મળીને 9/11ના હુમલાને અંજામ આપ્યો. તમે 9/11ના હુમલાની ભયાનકતાની કલ્પના એ વાત પરથી કરી શકો છો કે આ આતંકવાદી હુમલાના પીડિતોની ઓળખ ઘટનાના 22 વર્ષ પછી પણ થઈ રહી છે. તાજેતરમાં, બે નવા પીડિતોની ઓળખ કરવામાં આવી હતી. 9/11ના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા એક મહિલા અને એક પુરુષ વિશે જાણ્યું.

લાદેને 9/11ના હુમલા માટે પૂરું પાડ્યું હતું ભંડોળ
જણાવી દઈએ કે આતંકવાદી સંગઠન અલ કાયદાના ચીફ ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના હુમલા માટે ફંડિંગ કર્યું હતું. ઓસામા સાઉદી અરેબિયાનો નાગરિક હતો અને અફઘાનિસ્તાનમાં રહીને આતંકવાદી સંગઠન ચલાવતો હતો. તમને જણાવી દઈએ કે 9/11ના હુમલાના 8 વર્ષ પહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો. કારમાં થયેલા વિસ્ફોટમાં છ લોકોના મોત થયા હતા. તે જ સમયે, સેંકડો લોકો ઘાયલ થયા હતા.

9/11ના હુમલા કેવી રીતે અંજામ અપાયો ?
ઉલ્લેખનીય છે કે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ કાયદાના આતંકવાદીઓએ 4 ફ્લાઈટને હાઈજેક કરી હતી. તેમનો ઉદ્દેશ્ય આત્મઘાતી હુમલો કરવાનો હતો. અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 11 પ્રથમ ક્રેશ થઈ હતી. આ હાઇજેક કરાયેલું પ્લેન સવારે 8.46 વાગ્યે ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાયું હતું. બરાબર 17 મિનિટ પછી, યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ સાઉથ ટાવર સાથે ટકરાઈ. ત્યારબાદ સવારે 9.37 કલાકે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ વોશિંગ્ટનમાં યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોન સાથે અથડાઈ હતી. આ પછી ચોથી ફ્લાઇટ પેન્સિલવેનિયાના શેન્કસવિલેમાં મેદાનોમાં પડી. માહિતી અનુસાર, તેનું નિશાન વ્હાઇટ હાઉસ અથવા યુએસ કેપિટોલ બિલ્ડીંગ હતું, પરંતુ મુસાફરો સાથેની લડાઈમાં આતંકવાદીઓએ ફ્લાઈટ પરનો નિયંત્રણ ગુમાવી દીધો હતો. આ હુમલો એટલો ભયંકર હતો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઘણા દિવસો સુધી સળગતું રહ્યું.
આ પણ વાંચો:Morocco Earthquake/મોરોક્કોએ ભૂકંપ પીડિતોનો શોક વ્યક્ત કર્યો,મૃત્યુઆંક 2,122ને પાર શું છે 1500 ભારતીયોની હાલત?
આ પણ વાંચો:Nigeria Boat capsize/નાઇજીરીયામાં બોટ પલટતા 24ના મોત, ડઝનેક ગુમ
આ પણ વાંચો:Pakistan/પાકિસ્તાને કરતારપુર કોરિડોરને લઇને લીઘો મહત્વનો આ નિર્ણય, તીર્થયાત્રીઓ હવે કરી શકશે….
