Amreli News: સાવરકુંડલાનાં ચરખડિયા ગામના ખેડૂત યુવકને હનીટ્રેપની જાળમાં ફસાવનારી ગેંગ હાલ પોલીસના સકંજામાં પોલીસની ઓળખ આપી પૈસા પડાવવા આવેલ ગેંગ રફૂચક્કર થઈ જતાં ખેડૂત યુવકે એક મહિલા સહિત આઠ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના દિવસોમાં આ ગેંગના ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ગેંગ લીડર સહિત અન્ય ઈસમો ફરાર થયેલા છે.

સાવરકુંડલાના ચરખડિયા ગામના એક ખેડૂત યુવકનાં ફેસબૂક મેસેન્જરમાં આરતી નામની ફેસબૂક આઈ ડી પરથી મહિલાનો મેસેજ આવ્યો હતો. બાદમાં આરતી નામની મહિલાએ જાળમાં ફસાવી મળવાના બહાને યુવકને હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. ત્યારે આ પોલીસના જાપ્તામાં ઊભેલી યુવતી અને ત્રણ યુવકો જેમણે ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. આ યુવતીએ ખેડૂત યુવકની કારમાં બેસીને હાથસણી રોડ ઉપર જતા હતા ત્યારે સામેથી ત્રણ થી ચાર જેટલી ફોરવીલમાં આવેલા ઈસમોએ ગાડીમાં બેસેલા યુવકને ચારે બાજુથી ઘેરીને પોલીસની ઓળખ આપી આ લેડિસ કોણ છે તેવી ધાક ધમકી આપીને યુવક પાસેથી મોબાઇલ અને એક હજાર રૂપિયાની રોકડ લૂંટ ચલાવી હતી.
બાદમાં ત્રણ લાખની માગણી કરવામાં આવી હતી. ફરિયાદી પાસે રોકડા ત્રણ લાખ ન હોય તે માટે યુવકને પોતાના ગામ ચરખડિયા લાવવામાં આવેલ ત્યાંથી ફરિયાદી ચાલાકી વાપરી પોતાના ગામથી નાસી જઈ પોલીસને આપવીતી જણાવતા પોલીસ ચરખડિયા આવે તે પહેલા આ ગેંગ નાસી છૂટી હતી.
જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. પરંતુ પોલીસને હાથ તાળી આપી આ ગેંગ ભાગવામાં સફળ રહી હતી. પોલીસને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આ ગુનાના આરોપીઓને પકડવા માટે સફળતા મળી હતી. આ ગુનાના આરોપી કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યામ હરિયાણી ધજડી ગામનો હોવાનું સામે આવ્યું છે.
અસ્મિતા ચાવડા મહુવા વિસ્તારની છે, હરેશ ઉર્ફે લાલો અને જયશુક ધાંધડ બંને સુરતના છે. આ ચારેય વ્યક્તિઓને પોલીસે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા ચારેય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. પોલીસના જાપ્તામાં ઊભેલી લેડી અગાઉ સુરતના પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપનાં ગુનામાં સંડોવાયેલી છે. આ ગેંગની મોડેસ ઓપરેન્ડી આખી એવી હતી પોલીસની હથકડી અને લાકડી ગાડીમાં રાખવામાં આવતી હતી. આ ગેંગનો મુખ્ય લીડર સહિત અન્ય ઈસમોને પકડવાના બાકી છે. હાલ સાવરકુંડલા પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. આ અગાઉ આ પ્રકારના કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરાઇ રહી છે.
આ પણ વાંચો:પ્રસુતાનું મોત થતાં હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ
આ પણ વાંચો:રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ હવે આ નામથી ઓળખાશે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે
આ પણ વાંચો:ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ
