Mehsana/ ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ

મહેસાણા જીલ્લાના અલોડા ગામની કાંતિ ખોડિયાર ગૌચર જમીન વિવાદ ફરીથી સામે આવ્યો છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલતા વિવાદથી કાંતિ ખોડિયાર ગૌચર જમીન, ગામના તળાવના પ્રશ્નો અભરાઈએ લટકેલાં છે. ગૌચર જમીન અને અલોડા ગામના તળાવના પ્રશ્નોને લઈ અલોડા ગામના ભરત દેસાઈ નામના પશુપાલકે…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 05T165210.292 ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ

@અલ્પેશ પટેલ

Mehsana News: મહેસાણા જીલ્લાના અલોડા (Aloda)ગામની કાંતિ ખોડિયાર ગૌચર જમીન વિવાદ ફરીથી સામે આવ્યો છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલતા વિવાદથી કાંતિ ખોડિયાર ગૌચર જમીન, ગામના તળાવના પ્રશ્નો અભરાઈએ લટકેલાં છે. ગૌચર જમીન અને અલોડા ગામના તળાવના પ્રશ્નોને લઈ અલોડા ગામના ભરત દેસાઈ નામના પશુપાલકે નાના આખલા સાથે મામલતદાર કચેરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે, મહેસાણા પોલીસ સમયસર આવી પહોંચતા પશુપાલકની અટકાયત કરી છે.

WhatsApp Image 2024 02 05 at 4.24.41 PM ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ

મહેસાણા (Mehsana) જીલ્લાના અલોડા ગામની ગૌચર જમીનનો વિવાદ ઘણા વર્ષોથી શમવાનું નામ જ લેતો નથી. ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલતા ગજગ્રાહના કારણે અલોડા ગામનું તળાવ તેમજ ગૌચર જમીન ચર્ચાના ચગડોળે ચડેલા છે ત્યારે અલોડા ગામના પશુપાલક ભરત દેસાઈએ નાના આખલા સાથે મહેસાણા મામલતદાર કચેરીએ આવી, વિરોધ નોંધાવવાની સાથે આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો.

ભરત દેસાઈએ આપઘાતનો પ્રયાસ કરતા ફરીથી ગૌચર જમીન અને અલોડા ગામના તળાવનો વિવાદ ચર્ચામાં જોવા મળ્યો છે. ભરત દેસાઈ નામનો પશુપાલક નાના આખલા સાથે કાંતિ નામ લખી મહેસાણા મામલતદાર કચેરીમાં ધસી આવ્યો હતો અને જેલનો ડર ન બતાવોનું ગળામાં બેનર ભરાવી આત્મ વિલોપનના પ્રયાસ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, મહેસાણા શહેર પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસે ભરત દેસાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શહેરની આ હોસ્પિટલમાંથી જીવાત નીકળવાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ

આ પણ વાંચો:અંકલેશ્વરનાં પશુપતિનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા