Surat Traders/ ઉત્તર ભારતમાં ભારે વરસાદથી સુરતના કાપડના વેપારીઓનું 100 કરોડનું પેમેન્ટ સલવાયું

પડતા પર પાટુ પડે તે કહેવત તો Surat Traders બધાને ખબર છે, પરંતુ હવે સુરતના કાપડના વેપારીઓને તેનો અનુભવ પણ થઈ રહ્યો છે. સુરતના કાપડના વેપારીઓના જણાવ્યા મુજબ તેમણે ઉત્તર ભારતમાં આપેલા 100 કરોડ રૂપિયાનું પેમેન્ટ હાલમાં ફસાઈ ગયું છે.

Top Stories Gujarat

પડતા પર પાટુ પડે તે કહેવત તો Surat Traders બધાને ખબર છે, પરંતુ હવે સુરતના કાપડના વેપારીઓને તેનો અનુભવ પણ થઈ રહ્યો છે. સુરતના કાપડના વેપારીઓના જણાવ્યા મુજબ તેમણે ઉત્તર ભારતમાં આપેલા 100 કરોડ રૂપિયાનું પેમેન્ટ હાલમાં ફસાઈ ગયું છે.

આ પેમેન્ટ ન આવવાના કારણે સુરતના વેપારીઓ આગામી દિવસમાં આવનાર રક્ષાબંધન, દુર્ગાપૂજા, નવરાત્રી, દિવાળીની સિઝન માટેનો માલ ભરાવી શકતા નથી. જો પેમેન્ટ આવ્યું તો વેપારીઓ આગળના Surat Traders વ્યાપાર વિશે વિચારી શકે, પણ હાલ પેમેન્ટ અટકી જવાને લઈને સુરતના વેપારીઓની ચિંતા વધી છે. અંદાજિત 100 કરોડ કરતાં વધારાનું પેમેન્ટ ફસાતા વેપારીઓની ચિંતા વધી રહી છે.

હાલ દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પડેલા ભારે વરસાદને લઈને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં લગ્ન સિઝન Surat Traders અને સ્કૂલ યુનિફોર્મનું આપેલું કપડાના પેમેન્ટ સમયસર ન આવતા વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. પેમેન્ટ ન આપતા સુરત કાપડ વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. જો આ પેમેન્ટ આવે તો આગળની સિઝન માટે વેપારીઓ કપડાની તૈયારી કરી શકે છે.

મંદીના માહોલમાં કાપડ ઉદ્યોગની સ્થિતિ વધુ બગડી છે. કારણ કે દેશભરમાં વરસી રહેલો વરસાદ હાલ કહેર વરસાવી રહ્યો છે, ત્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદને Surat Traders લઈ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિને લઈને સુરત કાપડ બજારના વેપારીઓની ચિંતા વધી છે. અહીંના વેપારીઓએ આ પ્રદેશોમાં લગ્ન સિઝન અને સ્કૂલ યુનિફોર્મનું કપડું આપ્યું હતું. જુન-જુલાઈનો મહિનો પેમેન્ટનો હોય છે, પણ જે પ્રકારે આ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેને લઈને કેટલાક વિસ્તાર પાણીમાં ડૂબેલો છે તો કેટલાક વેપારીઓનો ધંધો રોજગાર બંધ હોવાને લઈને તેઓ સુરતના વેપારીઓને પેમેન્ટ આપી શકતા નથી.

 

આ પણ વાંચોઃ India Poverty Down/ મોદી સરકારના પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા

આ પણ વાંચોઃ World Health Organization/ કેન્સરની ચેતવણી પછી પણ કરી શકાય છે ડાયેટ સોડાનો ઉપયોગ, ખાદ્ય પદાર્થમાં થાય છે એસ્પાર્ટમનો ઉપયોગ 

આ પણ વાંચોઃ Russia-Ukraine War/ ક્રિમિયાને રશિયા સાથે જોડતો 19 કિલોમીટર લાંબો દરિયાઈ પુલ યુક્રેને ઉડાવી દીધો! 

આ પણ વાંચોઃ Ambalal Forecast/ અંબાલાલ પટેલની આગાહીઃ રાજ્યમાં શરૂ થઈ રહી છે એક પછી એક વરસાદી સિસ્ટમ

આ પણ વાંચોઃ G20 Fashion Show/ ગાંધીનગરમાં PM મોદીના મિશન લાઈફ પર અનોખો ફેશન શો, નાણામંત્રી રહેશે હાજર, જાણો શું છે થીમ