Ambalal forecast/ અંબાલાલ પટેલની આગાહીઃ રાજ્યમાં શરૂ થઈ રહી છે એક પછી એક વરસાદી સિસ્ટમ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે.

Top Stories Gujarat
Ambaji 1 અંબાલાલ પટેલની આગાહીઃ રાજ્યમાં શરૂ થઈ રહી છે એક પછી એક વરસાદી સિસ્ટમ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને Ambalal Forecast લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 23થી 26 જૂલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાના ત્રીજો રાઉન્ડ શરૂ થવાની Ambalal Forecast તૈયારી છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી ડભાઈ અને લીમખેડામાં પોણા ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. 19 તાલુકામાં અડધાથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 17થી 20 જૂલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં Ambalal Forecast ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થશે. રાજ્યમાં આગાણી 17 જૂલાઈથી 19 જૂલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય આહવા, ડાંગ, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

રાજ્યના 75 જળાશય હાઇએલર્ટ પર
રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા Ambalal Forecast રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.

 

આ પણ વાંચોઃ Consumer Affairs and Protection/કન્ઝ્યુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત દ્વારા સામાન્ય સભા યોજાઇ,ગ્રાહકો છેતરાય નહીં માટે

આ પણ વાંચોઃ Bhupendra Patel/ગિરનાર યાત્રાધામની મુશ્કેલ યાત્રા બનશે સરળ , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચોઃ વરસાદ/રાજ્યના 73 તાલુકામાં મેઘરાજાની શાનદાર સવારી,ધંધુકામાં બે જ કલાકમાં 1 ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ Gujarat High Court News/ગેંગરેપ પીડિતા-પતિના નિવેદનો ભરોસાપાત્ર નથી, હાઈકોર્ટે આજીવન કેદની સજા ફગાવી, ગુજરાત સરકારને સોંપાઈ કામગીરી

આ પણ વાંચોઃ CM-Somnathdada/CM ભુપેન્દ્ર પટેલે સોમનાથ જ્યોતિલિંગની વર્ચ્યુઅલી પૂજા કરી