WPL/ દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 29 રનથી હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર શરૂઆતની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે મળેલી હારનો બદલો લઈ લીધો હતો

Top Stories Sports
14 2 દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 29 રનથી હરાવ્યું

 વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની 12મી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 29 રનથી હરાવ્યું. આ સાથે દિલ્હી કેપિટલ્સે પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર શરૂઆતની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે મળેલી હારનો બદલો લઈ લીધો હતો. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે હવે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે બે મેચ આઉટ થયા બાદ પુનરાગમન કર્યું હતું, પરંતુ તે માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ મેચમાં ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ બેટ્સમેનોની વિસ્ફોટક બેટિંગના કારણે 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર 163 રન બનાવી શકી અને 29 રનથી મેચ હારી ગઈ.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માએ ફરી એકવાર પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી અને 4.3 ઓવરમાં 48 રનની ભાગીદારી કરી. જોકે શફાલી વર્મા 12 બોલમાં 28 રન બનાવી શબનીમ ઈસ્માઈલનો શિકાર બની હતી. પ્રથમ વિકેટ પડ્યા બાદ પણ મેગ લેનિંગે મુંબઈ ઈન્ડિયન્સના બોલરો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે 38 બોલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મેગ લેનિંગની આ ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. મેગ લેનિંગ બાદ જેમિમાહ રોડ્રિગ્સે પણ દિલ્હી માટે જોરદાર ઇનિંગ રમી હતી.