Not Set/ અમેરિકા : H-1B વિઝાના નવા નિયમોને કારણે હજારો ભારતીયોની થઇ શકે છે સ્વદેશ વાપસી

અમેરિકામા રહેતા ભારતીયો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. યુએસએમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન “બાય અમેરિકન” અને “હાયર અમેરિકન” ના એક પ્રસ્તાવ લાવવાનું વિચાર કરી રહ્યું છે. આ પ્રસ્તાવ લાગુ થયા બાદ અનેક ભારતીયોને અમેરિકા છોડવો પડી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના પ્રસ્તાવ મુજબ, જે વિદેશ કર્મચારીયોઓને H-1B વિઝા રાખવા માટે રોકવામાં આવી […]

Top Stories
donald trump 1511855169 અમેરિકા : H-1B વિઝાના નવા નિયમોને કારણે હજારો ભારતીયોની થઇ શકે છે સ્વદેશ વાપસી

અમેરિકામા રહેતા ભારતીયો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. યુએસએમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન “બાય અમેરિકન” અને “હાયર અમેરિકન” ના એક પ્રસ્તાવ લાવવાનું વિચાર કરી રહ્યું છે. આ પ્રસ્તાવ લાગુ થયા બાદ અનેક ભારતીયોને અમેરિકા છોડવો પડી શકે તેમ માનવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના પ્રસ્તાવ મુજબ, જે વિદેશ કર્મચારીયોઓને H-1B વિઝા રાખવા માટે રોકવામાં આવી શકે છે જેઓના ગ્રીન કાર્ડ માટેના આવેદનપત્રક પેન્ડીંગ પડ્યા છે. આ મામલામાં અમેરિકા ભારતીયોના વિઝાની અવધી નહિ વધારે કારણ કે ગ્રીન કાર્ડ પેન્ડીંગ પડ્યા છે.

નિયમ લાગુ થયા બાદ લગભગ ૭૫ હજાર ભારતીયોને અમેરિકા છોડીને ભારત પાછા આવું પડી શકે છે. મહત્વનું છે કે, અમેરિકા દ્વારા દર વર્ષે ૮૫ હજાર નોન-ઇમિગ્રન્ટ H-1B વિઝા જાહેર કરે છે. જેમાંથી ૭૦ ટકા લોકો ભારતના હોય છે.