Not Set/ live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, 5 વાગ્યા સુધીમાં સરેરાશ 73 ટકા મતદાન નોંધાયું

જસદણ, જસદણ વિધાનસભાની બેઠક પર યોજાઈ રહેલી ઉપ-ચૂંટણીને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સવારે 8 વાગ્યાથી જ આ બેઠક પર વોટિંગ થઇ રહ્યું છે અને ૧૦ વાગ્યા સુધી ૧૫ ટકા જેટલું મતદાન થયું છે. આ વિધાનસભાની સીટની વાત કરવામાં આવે તો, આ બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયા તેમજ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અવસર નાકિયા વચ્ચે સીધો […]

Top Stories Gujarat Others Videos
mantavya 247 live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, 5 વાગ્યા સુધીમાં સરેરાશ 73 ટકા મતદાન નોંધાયું

જસદણ,

જસદણ વિધાનસભાની બેઠક પર યોજાઈ રહેલી ઉપ-ચૂંટણીને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સવારે 8 વાગ્યાથી જ આ બેઠક પર વોટિંગ થઇ રહ્યું છે અને ૧૦ વાગ્યા સુધી ૧૫ ટકા જેટલું મતદાન થયું છે.

આ વિધાનસભાની સીટની વાત કરવામાં આવે તો, આ બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયા તેમજ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અવસર નાકિયા વચ્ચે સીધો જ જંગ છે.

કોંગ્રેસનાં નેતા વિરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો છે કે મતદારોને મતદાન કરતા રોકવામાં આવી રહ્યાં છે. જેનાં વિરોધમાં તેઓ જસદણનાં સાણથલી ગામ પાસે ધરણા પર બેઠા છે.

  • જસદણ પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. સાજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 72 ટકા મતદાન નોંધાયું છે.
  • જસદણ પૂર્વમાં 58 ટકા, પશ્ચિમમાં 62 ટકા મતદાન
  • વિંછિયામાં 68.07, જસદણ તાલુકામાં 63.83, કમળાપુરમાં સરેરાશ 65, જસદણ શહેરમાં 64, ગોખલાણામાં 60, પાંચવડામાં 50 ટકા, ખાંડાધારમાં 70, ચિતલિયામાં 46, વાંગધ્રામાં 60, પાંચવડામાં 50, આંબરડીમાં 55, મોઢુકામાં 58, કોઢીમાં 55

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં 4 વાગ્યા સુધી 65.04 % મતદાન

  • 82,262 પુરુષોએ કર્યું મતદાન
  • 68,715 મહિલાઓએ કર્યું મતદાન
  • 67.33 % પુરુષોએ કર્યું મતદાન
  • 62.50 % મહિલાઓએ કર્યું મતદાન
  • જસદણ ઉત્તરમાં 57 ટકા, જસદણ તાલુકામાં 63 ટકા મતદાન
  • મતદાન દરમ્યાન 2 વીવીપેટ બગડયાની ફરિયાદ
  • ચૂંટણી પંચને જુદી-જુદી 35થી વધુ ફરિયાદ મળી
  • નેતાઓના બૂથ નજીક પ્રવેશવાની ફરિયાદ મળી
  • પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ પરિવાર સાથે આજે જસદણ કમળાપુર ગામની કમળાપુર તાલુકા શાળામાં મતદાન કર્યું હતું.
  • mantavya 248 live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, 5 વાગ્યા સુધીમાં સરેરાશ 73 ટકા મતદાન નોંધાયું
  • બપોરનાં 2 વાગ્યા સુધી 51 ટકા મતદાન થયું છે. નોંધીનય છે કે આજ રોજ સવારે 8 થી 12 કલાક દરમિયાન મતદાન થયેલ છે.
  • ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું
  • 54.16 ટકા પુરુષોએ કર્યું મતદાન
  • 45.69 ટકા સ્ત્રીઓએ કર્યું મતદાન
  • વિરજી ઠુમ્મરની અટકાયત બાદ છોડી મૂકાયા
  • સાણથલી પાસે ધરણા પર ઉતર્યા વીરજી ઠુમ્મર
  • વિરજી ઠુમ્મર છે લાઠીના કોંગ્રેસના ધારાસભ્ય
  • પોલીસ સાથે બોલાચાલી બાદ કરાઈ હતી અટકાયત
  • જસદણ:કોંગ્રેસ ધારાસભ્યોની અટકાયતનો મામલો
  • કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન
  • કોંગ્રેસ નેતાની અટકાયત મુદ્દે પોલીસે કર્યો પક્ષપાત
  • પોલીસ અને પ્રશાસન ભાજપ કાર્યકરની જેમ કરે છે કામ
  • પોલીસ અને ચૂંટણી પંચ આપે જવાબ
  • એક વાગ્યા સુધીમાં 44 ટકા મતદાન થયું છે.
  • જસદણના વિરનગર ખાતે ખેડૂતોનો અનોખો વિરોધ,ગળામાં ડુંગળી અને લસણનો હાર પહેરી કર્યો વિરોધ
  • જસદણ : વિરજી ઠુમ્મરની કરાઈ અટકાયત
  • વિરજી ઠુમ્મર છે લાઠીના કોંગ્રેસના ધારાસભ્ય
  • પોલીસ સાથે બોલાચાલી બાદ કરાઈ અટકાયત
  • સાનાથલી નજીકથી પોલીસે કરી અટકાયત
  • ઠુમ્મરને આટકોટ પોલીસ મથકે લઈ જવાયા
  • અગાઉ પણ ઠુમ્મરની થઈ હતી બોલાચાલી
  • જીવાપર ગામે ઇવીએમમાં બેટરી થઈ લો
  • EVM માં બેટરી લો થતા મતદાન થોડીવાર માટે રોકાયું
  • બેટરી બદલાવી મતદાન પુનઃ શરૂ કરાયું
  • 12 વાગ્યા સુધીમાં સરેરાશ 37 ટકાથી વધુ મતદાન

ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી બળવો કરી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કર્યો હતો અને ત્યારબાદ તેઓને ગણતરીના કલાકોમાં રુપાણી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.

https://twitter.com/mantavyanews/status/1075647425673519104

જસદણ:જસદણ પેટાચૂંટણી માટે મતદાન

સરેરાશ 15.74% મતદાન નોંધાયું

23,541 પુરુષોએ કર્યું મતદાન

12,993 મહિલાઓએ કર્યું મતદાન

mantavya 242 live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, 5 વાગ્યા સુધીમાં સરેરાશ 73 ટકા મતદાન નોંધાયું

19.87% પુરુષોએ કર્યું મતદાન

11.82% મહિલાઓએ કર્યું મતદાન

  • ખેડૂતોએ ગળામાં લસણને ડુંગળી પહેરીને કર્યું મતદાન
  • કૉંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસ દ્વારા કરાઇ અટકાયત,
  • ચૂંટણી પ્રક્રિયા દરમિયાન BJP જસદણ નામના વોટ્સએપ ગ્રુપમાં પોલારપર ગામના EVMનો એક ફોટો વાઈરલ થયો છે,
  • સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 31 ટકા મતદાન નોંધાયું
  • સવારથી જ જસદણનાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
  • ત્યારે ત્રણ કલાકમાં 25 ટકા જેટલું મતદાન થયુ છે.
  • મહત્વનું છે કે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી જસદણ શહેર અને 104 ગામડામાં 262 બુથ ઉપર મતદાન યોજાશે.

જસદણનો જંગ જીતવા અવસર નાકિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત, જુઓ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન BJP જસદણ નામના વોટ્સએપ ગ્રુપમાં પોલારપર ગામના EVMનો એક ફોટો વાઈરલ થયો છે.મતદાર કુંવરજીને મત આપતો હોવાનો ફોટો વાયરલ, કુંવરજી વિરુદ્ધ ચૂંટણીપંચમાં થઈ શકે છે ફરિયાદ

mantavya 239 live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, 5 વાગ્યા સુધીમાં સરેરાશ 73 ટકા મતદાન નોંધાયું

જસદણનો જંગ જીતવા કુંવરજી આશાવાદી, જુઓ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

અવસર નાકિયા મતદાન કરવા મટે છકડો લઇને ગયા હતા.. આ છકડો અવસરનાકિયાએ જ ચલાવ્યો હતો. સૌ પ્રથમ અવસર નાકિયા પોતાના પરિવારની સાથે માતાજીના મંદિરે ગયા હતા.

જ્યાં દર્શન કરીને અવસર નાકિયાએ જીત મળે તે અંગે પ્રાર્થના કરી હતી.

બાદમાં આસલપુર પ્રાથમિક શાળામાં અવસરભાઈ એ પ્રથમ મતદાન કર્યું હતું. .જ્યાં અવસર નાકિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો