Not Set/ રૂપાણી સરકાર પાણી મુદ્દે આકરા પાણીએ, અછત સામે લડવા બેઠકોનો ધમધમાટ શરૂ

ગાંધીનગર CM નિવાસ સ્થાન ખાતે આજે પીવાના પાણી અંગે રિવ્યૂ બેઠકનાં ધમધમાટ. ગુજરાત સરકાર રાજ્યનાં પ્રણ પ્રશ્ન ‘પાણી’નાં ઉકેલવા માટે કટ્ટીબદ્ધ. જળસંકટ મુદ્દે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાણી મુદ્દે રિવ્યૂ બેઠકમાં રાજ્યની જનતાને  પાણી ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની ભયંકર અછત વર્તાઈ રહી છે. જેને […]

Top Stories Gujarat
rupanivijay 080818 રૂપાણી સરકાર પાણી મુદ્દે આકરા પાણીએ, અછત સામે લડવા બેઠકોનો ધમધમાટ શરૂ

ગાંધીનગર CM નિવાસ સ્થાન ખાતે આજે પીવાના પાણી અંગે રિવ્યૂ બેઠકનાં ધમધમાટ. ગુજરાત સરકાર રાજ્યનાં પ્રણ પ્રશ્ન ‘પાણી’નાં ઉકેલવા માટે કટ્ટીબદ્ધ. જળસંકટ મુદ્દે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાણી મુદ્દે રિવ્યૂ બેઠકમાં રાજ્યની જનતાને  પાણી ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની ભયંકર અછત વર્તાઈ રહી છે. જેને જોતા સીએમ દ્વારા તાકીદે આ બેઠક યોજવાની છે.

water crisis રૂપાણી સરકાર પાણી મુદ્દે આકરા પાણીએ, અછત સામે લડવા બેઠકોનો ધમધમાટ શરૂ

પાણીદાર ગુજરાતનાં 203 જળાશયોમાં પાણી તળીયે પહોંચી ગયું છે. આ તો કાંઇ નથી રાજ્યનાં મોટાભાગનાં ડેમનાં તળિયા દેખાઇ રહ્યા અને 74 ડેમ સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે. ઉનાળો અને પાણીની સમસ્યા એક સિક્કાની જ બે બાજુ છે. ગુજરાત ભરમાં અને ખાસ કરીને સોરાષ્ટ્ર અને ઉત્તર-પશ્ચિમ ગુજરાતમાં ઉનાળો આવતા પહેલા જ પાણીની તંગી વર્તાય રહી હતી. સિંચાઇનાં પાણી તો પછીની વાત છે પણ પીવાનાં અને રોજીંદા વપરાશનાં પાણી માટે પણ પ્રજા ફાંફા મારી રહી હતી. પાણી માટે શિયાળામાં પણ  તરસે મરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં ડેમમાં જળસંગ્રહનાં આંકડા જોતા ઉનાળો કપરો બનશે તે વાત ચોક્કસ છે. ઉનાળો તો હજુ શરૂ થયો છે અને રાજ્યનાં કુલ 203 જળાશયોમાં લગભગ 23 ટકા જ પાણીનો જથ્થો બાકી છે. કચ્છનાં 20, સૌરાષ્ટ્રનાં 138, દક્ષિણ ગુજરાતનાં 13, ઉત્તર ગુજરાતનાં 15 અને મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં પાણી તળિયા જાટક છે. ગુજરાતની જીવાદોરા સમા સરદાર સરોવર ડેમમાં પોતાની ક્ષમતાથી 50 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.

અલબત સરકાર દ્રારા પાણી પ્રશ્નને ઉકેલવા ઘણા પ્રયત્નશીલ છે. સીએમ રૂપાણી પોતાનો પૂરો સમય આપી રહ્યા છે અને આ સમસ્યાને પહોચી વળવા આજે ખાસ ગાંધીનગરમાં તેમના નિવાસ્થાને મેરાથોન મીટીંગનો દૌર ચાલી રહ્યો છે.