પક્ષ પલટો/ ડો.મિતાલીબેન વસાવડાએ આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું,સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા

ડો.મિતાલીબેન વસાવડા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જો કે, અગાઉ મહેશ સવાણીના રાજીનામું આપ્યું હતું.

Top Stories Gujarat
gujarat123 ડો.મિતાલીબેન વસાવડાએ આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું,સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા

હાલ પાંચ રાજ્યોની ચૂંટણીની બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે આ પાંચ રાજ્યમાં અનેક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક સામાજિક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. આજે ડો.મિતાલીબેન વસાવડા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જો કે, અગાઉ મહેશ સવાણીના રાજીનામું આપ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ડો.મિતાલીબેન વસાવડાએ  આજે ભાજપમાં સામેલ થયા છે તેઓ પહેલા આમ આદમી પાર્ટીના સભ્ય હતા. તેઓ આમ આદમી પાર્ટીના મહિલા અને આરોગ્યલક્ષી સેવા કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા હતા,આપ પાર્ટીમાં એક બાદ એક નેતાઓના રાજીનામાં બાદ વિધાનસભા ચૂંટણી જીતવા માટે કપરાં ચઢાણ સાબિત થશે.

ડો.મિતાલીબેન વસાવડાએ  પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, મહિલા મોરચાના ઉપપ્રમુખ ડો.શ્રદ્ધાબેન રાજપુત, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઇ ગજ્જર, સહ પ્રવકતા ડો. રૂત્વીજભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જેમાં આજે આપના દિગ્ગજ નેતા મહેશ સવાણીએ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. ગુજરાતમાં ચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગમવાયું છે. ત્રણ નેતાઓના રાજીનામાથી આપના અન્ય કાર્યકર્તા અને નેતાઓમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે.આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક નેતાઓ અલવિદા કહી રહ્યા છે. અગાઉ વિજય સુંવાળા તેમજ નિલમ વ્યાસ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યાં છે. એવામાં ત્રીજો પક્ષ બનવા નીકળેલી આપની ચૂંટણી પહેલા જ કમર ભાંગી ગઈ હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.