Surendranagar/ પાટડી ખાતે બંધારણ અમલ દિવસની ઉજવણી કરવામાં આવી

સુરેન્દ્રનગરનાં દસાડાના પાટડી ખાતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા બંધારણ અમલ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. બી. આર. આંબેડકર તથા ગૌતમ બુદ્ધના વિચારો વિશે માહિતી પૂરી પાડી દલિત વર્ગના લોકોને….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 27T135609.510 પાટડી ખાતે બંધારણ અમલ દિવસની ઉજવણી કરવામાં આવી

@ પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગરનાં દસાડાના પાટડી ખાતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા બંધારણ અમલ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. બી. આર. આંબેડકર તથા ગૌતમ બુદ્ધના વિચારો વિશે માહિતી પૂરી પાડી દલિત વર્ગના લોકોને જાગૃત કરાયા હતા.

WhatsApp Image 2024 01 27 at 12.51.22 PM પાટડી ખાતે બંધારણ અમલ દિવસની ઉજવણી કરવામાં આવી

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા (Dasada) તાલુકાના પાટડી (Patdi)ખાતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા બંધારણ (Constitution) અમલ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી અને મહાસભાનું (Event)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનુસુચિત જાતિ (Schedule Caste) ના લોકો ઉમળકાભેર જોડાયા હતા. પાટડી વિરમગામ રોડ પર આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર (Bhim Rao Ambedkar) ની પ્રતિમાથી વિરમગામ દરવાજા થઈ દરબારી ચોક, મુખ્ય બજારથી પાટડી ચાર રસ્તા સુધી વિશાળ પગપાળા રેલી યોજાઇ હતી.

WhatsApp Image 2024 01 27 at 12.51.22 PM 1 પાટડી ખાતે બંધારણ અમલ દિવસની ઉજવણી કરવામાં આવી

ત્યાર બાદ ડોક્ટર બી. આર. આંબેડકરના સ્ટેચ્યુ (Statue)ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર બી. આર. આંબેડકર તથા ગૌતમ બુદ્ધના વિચારો વિશે માહિતી આપવામાં આવી હતી.

સ્વયમ્ સૈનિક દળ દ્વારા સમાજની એકતા અને સમાજમાંથી વ્યસનની બદી દૂર કરવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પાટડી ખાતે યોજાયેલ મહારેલીમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉમટી પડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મંજૂરી વગર બાળકોને પ્રવાસે લઈ ગયા તો થશે શિક્ષાત્મક કાર્યવાહી

આ પણ વાંચોઃ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ