Filmfare Awards 2024/ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન

મહાત્મા મંદિરમાં મ્યુઝિક કોન્સર્ટ, ફેશન શો, ટેક્નિકલ એવોર્ડસનું આયોજન કરવામાં આવશે. આ પહેલા..

Top Stories Gujarat Entertainment
YouTube Thumbnail 2024 01 27T102627.739 ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન

 Gujarat News: ગજરાતમાં આજથી બે દિવસ ફિલ્મફેર એવોર્ડસ (Filmfare Awards)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગિફ્ટ સિટી (GIFT City) ખાતે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવાની તક રાજ્યને મળી છે. મહાત્મા મંદિરમાં મ્યુઝિક કોન્સર્ટ(Music Concert), ફેશન શો (Fashion Show), ટેક્નિકલ એવોર્ડસ (Technical Awards)નું આયોજન કરવામાં આવશે. આ પહેલા અમદાવાદમાં ડ્રાઈવ ઈન થિયેટર  (Drive In Theatre)ખાતે ફિલ્મફેર એવોર્ડસ(Filmfare Awards)નું આયોજન થયું હતું.

પહેલી વખત યોજાનારી આ મેગા ઈવેન્ટ (Mega Events)માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રિહર્સલ(Rehersal) પણ શરૂ થઈ ગયા છે. 28 જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં ભવ્ય કાર્યક્રમો પણ યોજાશે. બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars) અત્યારે ગાંધીનગર (Gandhinagar)ખાતે ઉમટી પડ્યા છે. ફિલ્મ ઉદ્યોગના (Film Industry) રોકાણ (Investment) અને પ્રવાસન (Tourism)ને વેગવંતુ બનાવવા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

કયા કયા કલાકારો હાજર રહેશે

આજે પહેલા દિવસે 69માં કર્ટેઈન રેઝર ફિલ્મફેર એવોર્ડસનું આયોજનઆ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેતા વરૂણ ધવન, કરીના કપૂર, રણબીર કપૂર, સારા અલી ખાન, મનીષ પૌલ, કાર્તિક આર્યન પર્ફોમન્સ આપશે અને સેરેમની હોસ્ટ કરશે. બીજા દિવસે 28 જાન્યુઆરીના રોજ 69મા હુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરાયું છે. ઉપરાંત, ભારતીય સિનેમા ક્ષેત્ર (Indian Film Industry)માં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત કરવામાં આવશે.

ગાંધીનગરમાં રસ્તાઓ રહેશે બંધ

ફિલ્મફેર એવોર્ડસનું ગાંધીનગરમાં આયોજન કરાયું હોવાથી બપોરે 12 થી રાત્રે 12 સુધી રસ્તાઓ બંધ રહેશે. તેવું કલેક્ટર (Collector) દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. ગાંધીનગરના PDPU થી આઈકોનિક બ્રિજ અને ગિફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. અને શાહપુર બ્રિજથી  ગિફ્ટ સીટીનો રસ્તો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Crime story/ગીરગઢડામાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

આ પણ વાંચો:food festival/અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે