Divine Donation/ રામભક્તોની શ્રદ્ધાનું ઘોડાપૂરઃ એક જ મહિનામાં રામલલા 4,500 કરોડની સંપત્તિના માલિક

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીએ 500 વર્ષની પ્રતીક્ષા પૂરી થતાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. તેના પછી ભક્તોએ રીતસરની દાનની હેલી વસાવતા જાન્યુઆરીનો મહિનો હજી પૂરો પણ થયો નથી ત્યાં તેને 3,500 કરોડથી પણ રૂપિયાનું દાન મળી ગયું છે.

Top Stories India

અયોધ્યાઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીએ 500 વર્ષની પ્રતીક્ષા પૂરી થતાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. તેના પછી ભક્તોએ રીતસરની દાનની હેલી વસાવતા જાન્યુઆરીનો મહિનો હજી પૂરો પણ થયો નથી ત્યાં તેને 3,500 કરોડથી પણ રૂપિયાનું દાન મળી ગયું છે. હાલમાં તો દાન ગણવા માટે મશીનો ઓછા પડે તેવી સ્થિતિ છે. અત્યાર સુધીમાં રામલલા 4,500 કરોડની સંપત્તિના માલિક બની ગયા છે.

રામલલાની પ્રતિષ્ઠા પછી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. મંદિરમાં ભક્તોની લાંબીલાંબી લાઇન જોવા મળે છે. લોકો ખુલ્લેઆમ દાન કરી રહ્યા છે. દેશવિદેશના રામભક્તોએ રામલલા પર જબરદસ્ત ધનવર્ષા કરી છે.

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વડા પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે રામમંદિરના ભૂમિપૂજન પછી ફંડ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજનના એક મહિનામાં જ 3,500 કરોડ એકત્રિત થયા હતા. જ્યારે કુલ રકમ 4,500 કરોડ થઈ ગઈ છે. રામલલા બિરાજમાન થયા પછી ભક્તોની સંખ્યામાં દસ ગણા ઉપરાંત વધારો થયો છે.

આ પહેલા રામલલાના દર્શન કરવા માટે 20 હજાર જેટલા ભક્તો અયોધ્યા આવતા હતા. પણ હવે દૈનિક ધોરણે જ ભક્તોની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે. ભક્તોની સંખ્યા વધતા રામમંદિર માટે મળતા દાનની રકમમાં પણ ધરખમ વધારો થયો છે. રામલલા માટે ભક્તોએ ખુલ્લે આમ દાન આપ્યું છે અને હજી પણ દાન આવી રહ્યું છે.

રામલલા માટે દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ આવક થઈ રહી છે. પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમારી દિલ્હીમાં ઓફિસ છે અને તે એનઆરઆઇ બેન્ક છે. વિદેશના બધા રૂપિયા ત્યાં આવે છે. કાઉન્ટર પર લેવામાં આવતા દાનની રસીદ ઓનલાઇન આપવામાં આવ્યા છે. રામલલા 4,500 કરોડની સંપત્તિના માલિક બની ગયા છે. પ્રાણપ્રતિષ્ઠાના પહેલા જ દિવસે ત્રણ કરોડ 17 લાખ રૂપિયાનું દાન મળ્યું છે અને દરરોજ 10થી 15 લાખ રૂપિયાનું દાન મળી રહ્યુ છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ