Israel Gaza conflict/ ઇન્ટરનેશનલ કોર્ટે ઇઝરાયેલને આપ્યા આદેશ,ગાઝામાં નરસંહાર બંધ કરવા આપ્યા કડક નિર્દેશ!

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

Top Stories World
2 2 3 ઇન્ટરનેશનલ કોર્ટે ઇઝરાયેલને આપ્યા આદેશ,ગાઝામાં નરસંહાર બંધ કરવા આપ્યા કડક નિર્દેશ!

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વિશ્વ અદાલતે ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં નરસંહાર રોકવા માટે નિર્દેશ આપ્યા છે . કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ઈઝરાયેલ એ સુનિશ્ચિત કરે કે તેના દળો ગાઝામાં નરસંહાર ન કરે અને ત્યાંની માનવતાવાદી પરિસ્થિતિને સુધારવા માટે સુધારાત્મક પગલાં ભરે. આ સાથે જ કોર્ટે ઈઝરાયલને એક મહિનામાં આ મામલે રિપોર્ટ આપવા માટે કહ્યું છે. દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયેલ પર ગાઝા પટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે પોતાના નિર્ણયમાં આ આદેશ આપ્યો છે.

દક્ષિણ આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે શક્ય તેટલી વહેલી તકે ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહીને સમાપ્ત કરવાનો આદેશ આપે. ICJ પ્રમુખે કહ્યું કે વાસ્તવમાં કોર્ટ ગાઝામાં થઈ રહેલી માનવીય દુર્ઘટનાના નુકસાનથી વાકેફ છે અને ગાઝામાં માર્યા ગયેલા લોકો અંગે ચિંતિત છે.

ICJના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નરસંહારના મામલાને વાંધાજનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ઈઝરાયેલ તેની સુરક્ષા માટે તમામ શક્ય પગલાં લેવાનું ચાલુ રાખશે. અગાઉ કોર્ટમાં સુનાવણી દરમિયાન દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી નરસંહાર સંમેલનનું ઉલ્લંઘન કરે છે.