ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણીના પ્રચારના કામે લાગી ગયા છે. સત્તા પક્ષ ભાજપ પોતાનું સિંહાસન ટકાવી રાખવા માટે તડામાર તૈયારી કરી રહ્યું છે. ભાજપના કાર્યકરો અને ટિકિટના ઉમેદવારો દિવાળીના સ્નેહ સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. આ શક્તિ પ્રદર્શનથી હાઇકમાન્ડને મેસેજ આપી રહ્યા છે કે અમારી ક્ષમતા વિશેષ છે. તેમાં આજે ઉત્તર ગુજરાતના વાવમાં શંકરસિંહ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું
ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ સ્નેહ સંમેલન કાર્યક્મનું આયોજન કરતા હોય છે. ઉત્તર ગુજરાતના વાવમાં પૂર્વ ધારાસભ્ય શંકર સિંહે સ્નેહ સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં જનમેદની ઉમટી પડી હતી,અને દૂર દૂર સુધી લોકોની ભીડ જોવા મળી હતી.મંચ પરથી શંકર સિંહે ચૌધરીએ સંબોધન કરતા કહ્યું કે વીડિયો ઉતારીને જોઇએ લે, આ વિશ્વાસ,લાગણી અને ભરોસો છે,એવા દ્શ્ય જોવા મળ્યા કે જે ધરણીધર ભગવાનની આરતી ઉતારતા હોય.ભારત માતાકી જય પણ બોલાવી હતી.