Political/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 80 ઉમેદવાર કર્યા ફાઇનલ! ટૂંક સમયમાં યાદી જાહેર થશે!

કોંગ્રેસે લગભગ 80 ઉમેદવાર  પર  અંતિમ મહોર લગાવી છે, આ ઉમેદવારની યાદી ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. 

Top Stories Gujarat
2 56 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 80 ઉમેદવાર કર્યા ફાઇનલ! ટૂંક સમયમાં યાદી જાહેર થશે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકિય પાર્ટીઓએ તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, હવે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત કથઇ છે,જેના લીધે આ વખતે કોંગ્રેસ પહેલાથી ઉમેદવારોની યાદી જાહેર કરવાની ક્વાયત હાથ ધી હતી. કોંગ્રેસે લગભગ 80 ઉમેદવાર  પર  અંતિમ મહોર લગાવી છે, આ ઉમેદવારની યાદી ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  ગુજરાત કોંગ્રેસના 80થી વધુ નામ ફાઈનલ કરી લેવામાં આવ્યા છે. 50થી વધુ ધારાસભ્યોને રિપીટ કરવાનું કોંગ્રેસે આયોજન કર્યું છે. જ્યારે બિનવિવાદીત 40 બેઠકો પર પણ સિંગલ નામ ફાઈનલ કરાયા છે. સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં નામો પર મ્હોર મારવામાં આવી છે. એટલે કે આગામી 4-5 દિવસમાં ગુજરાત કોંગ્રેસની યાદી જાહેર થઈ શકે છે. આવતી કાલે પણ સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક મળશે

નોંધનીય છે કે  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વધુ તેજ કરી દીધી છે. દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. આજે દિલ્લી ખાતે કોંગ્રેસની મળેલી સીઇસીની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના 80થી વધુ ઉમેદવારોના નામ ફાઈનલ કરી લેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા માટે CECની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને CECના સભ્યો હાજર રહ્યા હતા.. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સમાવેશ થાય છે.