Not Set/ નાસાનું પાર્કર સોલાર પ્રોબ બન્યું સૂર્યની સૌથી નજીકનું માનવનિર્મિત સ્પેસક્રાફ્ટ

નાસાનું પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સૌથી નજીક છે જે માનવનિર્મિત સ્પેસક્રાફ્ટ છે. આ પાર્કર સોલાર પ્રોબ 153,454 માઈલ્સ પ્રતિ કલાકની ગતિને પાર કરી ચુક્યું છે. આ ગતિને મિશન ટીમ દ્વારા નોંધવામાં આવી હતી. આ સાથે જ આ સોલાર પ્રોબ સૌથી ઝડપી, માનવનિર્મિત પદાર્થ બની ગયો છે જે સૂર્યની એકદમ નજીક છે. નાસાનાં પાર્કર સોલાર પ્રોબ […]

Top Stories World
Parker facing the Sun નાસાનું પાર્કર સોલાર પ્રોબ બન્યું સૂર્યની સૌથી નજીકનું માનવનિર્મિત સ્પેસક્રાફ્ટ

નાસાનું પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સૌથી નજીક છે જે માનવનિર્મિત સ્પેસક્રાફ્ટ છે. આ પાર્કર સોલાર પ્રોબ 153,454 માઈલ્સ પ્રતિ કલાકની ગતિને પાર કરી ચુક્યું છે. આ ગતિને મિશન ટીમ દ્વારા નોંધવામાં આવી હતી. આ સાથે જ આ સોલાર પ્રોબ સૌથી ઝડપી, માનવનિર્મિત પદાર્થ બની ગયો છે જે સૂર્યની એકદમ નજીક છે.

નાસાનાં પાર્કર સોલાર પ્રોબ સ્પેસક્રાફ્ટે,જર્મન – અમેરિકન હેલીઓસ 2 મિશન દ્વારા એપ્રિલ 1976માં સેટ કરાયેલાં 153,454 માઈલ્સ પ્રતિ કલાકની ગતિનાં રેકોર્ડને તોડી દીધો છે. આ એક રકોર્ડ તોડ્યા બાદ આ પાર્કર સોલાર સ્પેસક્રાફ્ટ વર્ષ 2024માં 430,000 માઈલ્સ પ્રતિ કલાકની સ્પીડ પકડીને પોતાનો જ રકોર્ડ બ્રેક કરશે.

પાર્કર સોલાર પ્રોબ ટીમ સમયાંતરે સ્પેસક્રાફ્ટની સ્પીડ અને સ્થાન નાસાનાં ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા નોંધતા રહે છે. આ પાર્કર સોલાર પ્રોબ સ્પેસક્રાફ્ટ સૂર્યની નજીક ફરતું સૌથી ઝડપી સ્પેસક્રાફ્ટ છે.