દુર્ઘટના/ નારણપુરામાં ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરોના દટાયા, બે લોકોના મોત

નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જુના  એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. દરમિયાનમાં આજે બપોરે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ મજૂર દટાયા હતા.

Top Stories Ahmedabad Gujarat
નારણપુરા વિસ્તારમાં
  • અમદાવાદના નારણપુરામાં ભેખડ ધસી પડી
  • સમગ્ર ઘટનામાં બેથી વધુ શ્રમિક દટાયાની શક્યતા
  • અમિકુંજ ચાર રસ્તા પાસેનો બનાવ
  • ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં બે મજૂરો મોત નીપજ્યાં છે.  જ્યારે એક મજૂરને ગંભીર ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવવામાં આવ્યું હતો.

આ પણ વાંચો :સાડા ત્રણ માસ પૂર્વે સગીરાને ભગાડી જનાર શખ્સને ઓરિસ્સાથી શોધી કાઢતી હળવદ પોલીસ

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેણાં નારણપુરા અમિકુંજ ચાર રસ્તા પાસે જીવન વિકાસ ચોક સામે ખાનગી સ્કીમમાં ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકને ઇજા પહોંચી છે.  આ ઘટનાની માહિતી મળતા ફાયરવિભાગની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જુના  એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. દરમિયાનમાં આજે બપોરે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ મજૂર દટાયા હતા. જેમાંથી ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ નામના દાહોદના બંને મોત નીપજ્યું હતું. તેમજ એક મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે

ફાયર વિભાગને સવારે 10 વાગ્યે ભેખડ ધસી પડવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ટીમની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતથી બે મજૂરોને બહાર કાઢ્યા હતાં. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો.

આ પણ વાંચો :સુરતની જુવેનાઇલ હોમમાં કોરોનાની એન્ટ્રી, જાણો કેટલા કર્મીઓ સંક્રમિત…..

આ પણ વાંચો :ડીસા થરાદ હાઈવે પર અકસ્માત, નીલગાય વચ્ચે આવતા બે સગાભાઈઓએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો :  રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત, નલિયા ઠંડીથી ઠુઠવાયું

આ પણ વાંચો :અમેરિકા-કેનેડા બોર્ડર પર પટેલ પરિવારના 4 સભ્યોના મોતની પુષ્ટિ કરતી કેનેડા પોલીસ