Bollywood/ બોલિવૂડનાં પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત

બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમની ઉંમરને જોતા તેમને મહામારીની ઝપટમાં આવ્યા બાદ ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories Entertainment
લતા મંગેશકર
  • લતા મંગેશકર કોરોના પોઝિટિવ
  • સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ
  • લતા દીદીને કોરોનાના હળવા લક્ષણ
  • તકેદારીના ભાગરૂપે ICUમાં હાલ દાખલ

બોલિવૂડનાં પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમની ઉંમરને જોતા તેમને મહામારીની ઝપટમાં આવ્યા બાદ ICU માં દાખલ કરવામાં આવ્યા છે. પીઢ ગાયિકા કહેવાતા લતા મંગેશકરને કોરોના હોવાની પુષ્ટી તેમની ભત્રીજી રચનાએ કરી છે. રચનાએ જણાવ્યું કે, લતા મંગેશકરને કોરોનાનાં હળવા લક્ષણો સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હાલ તેઓ સ્વસ્થ છે, ચિંતાની કોઈ વાત નથી, માત્ર સાવચેતીનાં કારણોસર તેમને ICU માં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો – બળજબરીથી ધર્મ પરિવર્તન / પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવાની ટકાવારીમાં વધારો,સગીર વયની છોકરીઓનો સમાવેશ

ફિલ્મી દુનિયામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દરેકનાં ફેવરિટ પીઢ ગાયિકા લતા મંગેશકર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 92 વર્ષનાં દિગ્ગજ ગાયક કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લતા મંગેશકરની ભત્રીજી તેમના હોસ્પિટલમાં દાખલ હોવાની હકીકતની પુષ્ટિ કરી છે. ચાહકો માટે રાહતની વાત છે કે લતા મંગેશકરમાં કોરોનાનાં ઓછા લક્ષણો જોવા મળ્યા છે. લિજેન્ડરી સિંગરને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરનાં કોરોના હોવાની માહિતી સામે આવ્યા બાદ બોલિવૂડ કોરિડોરમાં હલચલ વધી ગઈ છે. સેલેબ્સ સહિત તમામ ચાહકો લતા મંગેશકરનાં ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ઉલ્લખનીય છે કે, મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોના વાયરસે સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાનાં 33,470 નવા કેસ નોંધાયા અને 8 લોકોનાં મોત થયા. તેમાંથી 13,648 કેસ માત્ર મુંબઈમાં જ જોવા મળ્યા હતા. ત્યાં 5 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. બોલિવૂડ અને ટીવી જગતનાં ઘણા સેલેબ્સ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ઘણા ઠીક થઈ ગયા છે અને ઘણા હજુ પણ વાયરસ સામેની લડાઈ લડી રહ્યા છે.