કોરોના રસીને લઇ લોકોના ઘણા લોકોના મનમાં જાત-જાતની શંકાઓ હજુ પણ જોવા મળી રહી છે. આને જેને કારણે હાલમાં પણ ઘણા લોકો કોરોના રસી લેવાથી દુર ભાગી રહ્યાછે. ત્યારે મહારાષ્ટ્રના નાસિકમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરિવારે દાવો કર્યો છે કે, કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી, તેમના પરિવારના વડીલ સભ્યના શરીરમાં ચુંબકીય શક્તિનો વિકાસ થયો છે. હવે ચમચી, સ્ટીલ અને લોખંડના વાસણો અને સિક્કા સરળતાથી તેમના શરીરમાં ચોંટી જાય છે.
તેમનું શરીર લોહ ચુંબક ની માફક વર્તન કરી રહ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું, ‘આ મામલે સત્ય શું છે, દરેકને તેના વિશે જાણવું જોઈએ. શું આની પાછળ કોઈ તબીબી કારણ છે ? આ સત્ય જલ્દીથી બહાર આવવું જોઈએ. તેથી જ અમે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
જો કે પરિવારે તેને સાબિત કરવા માટે એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘરમાં વપરાતા ચમચી, નાના પ્લેટ અને નાના વાસણો તેમના શરીરને સરળતાથી ચોટી જાય છે.
ડોક્ટરો આશ્ચર્યચકિત છે, મહારાષ્ટ્ર સરકારને રિપોર્ટ મોકલશે
પરિવારે આ ઘટનાનો વીડિયો બનાવી જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી હતી. પ્રશાસનના ડોકટરોની એક ટીમ પણ બુધવારે રીપોટ માટે આવી પહોંચી હતી અને તેઓ પણ આ જોઈને આશ્ચર્યચકિત થયા હતા. અરવિંદ સોનારની તપાસ માટે આવેલા ડો.અશોક થોરાટે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે. આ સંશોધનનો વિષય છે અને આ વિશે કોઈ ટિપ્પણી કરવી હાલના તબક્કે યોગ્ય નથી. હાલના સમયમાં, અમે તેનો અહેવાલ મહારાષ્ટ્ર સરકારને મોકલીશું અને તેમની સૂચના મુજબ કામ કરવામાં આવશે.
નાસિકની સિટી હોસ્પિટલના ડો.નવીન બાજીએ કહ્યું, ‘આ પહેલીવાર છે જ્યારે રસીકરણ પછી લોખંડ અને સ્ટીલની ચીજો કોઈ વ્યક્તિને ચોટી રહી હોય. તેઓએ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જ્યાં તેમને રસી આપવામાં આવી છે. જો કે આ પહેલા આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી. આ સંશોધનનો વિષય છે.
શરૂઆતમાં, પરિવારને લાગ્યું કે પરસેવાના કારણે આવું થયું છે.
નાસિકના શિવાજી ચોક વિસ્તારમાં રહેતા અરવિંદ જગન્નાથ સોનરે, 71 જૂને કોવિશિલ્ડનો બીજો ડોઝ મુકાવ્યો હતો. આ પછી તેમણે દાવો કર્યો કે તેમના શરીરમાં ચુંબકીય શક્તિ આવી છે. શરૂઆતમાં, પરિવારને લાગ્યું કે પરસેવાના કારણે તે તેમના શરીરમાં તમામ વાસણો અને સિક્કા ચોટી રહ્યા છે. પરંતુ ઘણી વાર તેમની સાથે આવું બન્યું, અને અંતે તેમણે નાક્કીક્ર્યું કે કોરોના રસીના બીજા ડોઝ લીધા બાદ આ બદલાવ તેમના શરીરમાં આવ્યો છે.
પરિવારે અનેક રીતે આની પુષ્ટિ કરી છે.
અરવિંદના પુત્ર જયંતે કહ્યું, ‘હું સમાચાર જોતો હતો. આ સમય દરમિયાન મેં કેટલાક સિક્કા મારા પિતાના ખભાથી ચોંટેલા જોયા. શરૂઆતમાં મેં વિચાર્યું કે કદાચ તે સૂઈ ગયા હશે અને પરસેવાને કારણે સિક્કા તેમના શરીરમાં ચોટી ગયા હશે. પરંતુ થોડા સમય પછી કેટલીક વધુ વસ્તુઓ તેમના શરીર સાથે ચોટતા જોઈ. અને પછી અમારી ધારણા બદલાવા માંડી. જો કે, અમે તેમને સ્નાન કરાવ્યું અને ફરીથી લોખંડની વસ્તુઓ તેના શરીર પરચોટ વા લાગી હતી.