Politics/ જિતિન પ્રસાદ પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ- જેને જવુ હોય છે તે ચાલ્યા જ જાય છે

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિન પ્રસાદનાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી તેમની પ્રતિક્રિયા આપી છે.

Top Stories India
1 336 જિતિન પ્રસાદ પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ- જેને જવુ હોય છે તે ચાલ્યા જ જાય છે

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિન પ્રસાદનાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી તેમની પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ તેમણે કહ્યું, ‘એવું ન થવું જોઈએ.’ તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “જિતિન પ્રસાદ પરંપરાગત કોંગ્રેસનાં સભ્ય હતા.” આપને જણાવી દઇએ કે, બુધવારે જિતિન પ્રસાદ રેલવે પ્રધાન પિયુષ ગોયલ અને સાંસદ અનિલ બાલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ અગાઉ તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળી ચૂક્યા છે.

રમૂજી / PM મોદીને દાઢી બનાવવા એક ચાવાળાએ મોકલી આપ્યો રૂ.100 નો મની ઓર્ડર

આવી સ્થિતિમાં તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “જિતિન પ્રસાદને કોંગ્રેસમાં દરેક આદર આપતા હતા. તેમની અવગણના કરવામાં આવતી ન હોતી. તેઓ પાર્ટીનાં મહાસચિવ હતા, બંગાળનાં પ્રભારી હતા, હંમેશા તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી. તેમણે કોંગ્રેસ અને આ વિચારધારાને દોષી ઠેરવી છે જેના માટે તેમણે અને તેમના પિતાએ કામ કર્યું હતું. તેમણે અચાનક પોતાનું વલણ બદલ્યું, તે ખૂબ જ દુઃખદ છે. હોઈ શકે, 8-10 વર્ષ આપણા માટે સારું ન હોઈ શકે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે વિચારધારા છોડી દેવી જોઈએ. આવું ન થવું જોઈએ.” આ સિવાય બુધવારે ખડગે પ્રસાદનાં ભાજપમાં જોડાવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,” જેને જવુ હોય છે તે ચાલ્યા જ જાય છે, આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, તેમને રોકી શકતા નથી. પરંતુ પ્રિયંકા ગાંધી જે રીતે ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે, જ્યાં પણ અન્યાય થાય છે, પછી તે ખેડૂતો, દલિતો અથવા લઘુમતીઓ સાથે હોય, પ્રિયંકા ગાંધી તમામ મુદ્દાઓ પર લડતા રહે છે. તેમણે તેમને સમર્થન આપવું જોઈએ. આ ખોટું થયુ છે.”

રાજકારણ / વેક્સિન રજીસ્ટ્રેશનને લઇને રાહુલની સલાહ- જીવનનો અધિકાર તે લોકોને પણ છે જેની પાસે ઇન્ટરનેટ નથી

જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થયા ત્યારથી કોંગ્રેસની અંદર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે. કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવડાએ ગઈકાલે કહ્યું હતું કે, “કોંગ્રેસે પોતાનું જૂનું પદ પાછું મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ અને હજી પણ પક્ષની અંદર એવા નેતાઓ છે કે જેમનીે સશક્ત બનાવવા અને તેમનો યોગ્ય ઉપયોગ કર્યા બાદ પરિણામો આશા અનુસાર મળી શકે છે.”

kalmukho str 7 જિતિન પ્રસાદ પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ- જેને જવુ હોય છે તે ચાલ્યા જ જાય છે