Not Set/ સબરીમાલામાં પ્રવેશ કરનારી મહિલાઓ બોલી, પોલીસ પ્રોટેક્શન વગર પહોચ્યા મંદિર, કોઈએ નથી રોક્યા

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો. મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો. #WATCH Two women devotees Bindu and Kanakdurga […]

Top Stories India Trending
Sabarimala Temple Reuters file 1 સબરીમાલામાં પ્રવેશ કરનારી મહિલાઓ બોલી, પોલીસ પ્રોટેક્શન વગર પહોચ્યા મંદિર, કોઈએ નથી રોક્યા

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.

મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.

આ મહિલાઓએ વાતચીત દરમ્યાન જણાવ્યું કે તે લોકોએ મંગળવારની અડધી રાત્રે મંદિરની સીડી ચડવાનું શરુ કર્યું હતું અને રાત્રે ૩:૪૫ સુધીમાં તેઓ દર્શન માટે પહોચી ગયા હતા.

કનકદુર્ગાએ  જણાવ્યું કે તેમની આ યાત્રામાં તેમણે પોલીસ પ્રોટેક્શનનો સહારો નથી લીધો અને આ દરમ્યાન કોઈ પ્રદર્શનકારીઓનો પણ સામનો નથી કરવો પડ્યો.

બે મહિલાના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરવા અંગે સીએમ પીનારઈએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો છે. જે પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરવા ઇરછતી હોય તેમને પોલીસ પ્રોટેક્શન આપવાનો નિર્દેશ અમે પોલીસને કર્યો છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ આ બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ વિરોધીઓના લીધે તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક મહિલાના પ્રવેશને મંજુરી આપી દીધી હતી.