Mizoram Election Result/ મિઝોરમની 40 બેઠકો પર મતગણતરી શરૂ..

ZPM (ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ)ના સીએમ ઉમેદવાર લાલદુહોમાએ કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે તેમની પાર્ટી સરકાર બનાવશે.

Top Stories India Politics
YouTube Thumbnail 2023 12 04T081453.702 1 મિઝોરમની 40 બેઠકો પર મતગણતરી શરૂ..

મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે 7 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. આજે મતગણતરી હાથ ધરાશે. મિઝોરમમાં કુલ 8.52 લાખ મતદારોમાંથી 80.66% લોકોએ 7 નવેમ્બરે 174 ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહીં MNF સત્તામાં છે, જેની કમાન જોરામથાંગાના હાથમાં છે.

ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમ 1984થી ક્યારેક કોંગ્રેસ હેઠળ અને ક્યારેક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સરકારો હેઠળ સત્તામાં છે. આ વખતે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું MNFના ઝોરામથાંગા તેમની સરકારને બચાવવામાં સક્ષમ છે કે પછી રાજ્યના ભૂતપૂર્વ IPS લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ નવો રાજકીય પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) નવું રાજકીય સમીકરણ રચશે.

2018ની વિધાનસભા ચૂંટણીમાં MNFએ 26 બેઠકો જીતી હતી. ZPMને આઠ અને કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી. ભાજપે એક બેઠક જીતીને ખાતું ખોલાવ્યું હતું. ત્યારપછીની પેટાચૂંટણીઓમાં, MNF વધુ બે બેઠકો જીતી.

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ પહેલા રાજધાની આઈઝોલમાં મતગણતરી કેન્દ્રમાં તૈયારીઓ ચાલી રહી છે. મતગણતરી કેન્દ્રની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: